7 મે ના રોજ ચૂંટણી જાહેર રજા, મતદાન સવારે 7 થી સાંજના 6 કલાક સુધી..

ગુજરાત

ગુજરાત સરકારે રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી માટે 7 મી મેના રોજ મતદાનને અનુલક્ષીને રજા જાહેર કરી છે. આ વખતે ઉનાળાના આકરા તાપને ધ્યાનમાં રાખીને કોઈપણ મતદાન અધિકારથી વંચિત ન રહે તે માટે  આ વખતે ભારતના ચૂંટણી કમિશન – ECI 7 મે ના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાનનો સમય નિશ્ચિત કરશે તેમ જાણવા મળ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે ત્રીજા તબક્કે મતદાન યોજવાનું છે, તેના માટેનું નોટિફિકેશન 12 અપ્રિલે પ્રસિદ્ધ થશે. એ નોટિફિકેશનમાં  7 મે ના રોજ મતદાનના સમય અંગેની નિશ્ચિત જાહેરાત કરવામાં આવશે .

7 મે ના રોજ મતદાન માટેની રજા જાહેર કરતાં રાજ્યમાં જે તે ક્ષેત્રમાં નોંધાયેલા ઓદ્યોગિક એકમોમાં ફરજ બજાવતા અને જે તે મતક્ષેત્રમાં નોંધાયેલા કર્મચારીઓ પણ સવેતન રજાના હકદાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *