ગુજરાત
રાજ્યમાં ધોમધખતી ગરમી પડી રહી છે. લૂ લાગવાની શક્યતા રહે છે. ત્યારે ઘણી જગ્યાએ શ્રમિકોને હીતવેટની સ્થિતિમાં કામ કરવું પડે છે.
ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ રેગ્યુલેશન ઓફ એમ્પોયમેન્ટ એન્ડ એક્ટ હેઠળ બાંધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને બપોરના સમયે 1 થી 4 દરમિયાન કામ બંધ કરવામાં આવે. જેથી કરીને શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે.
જૂન મહિના સુધી આ સમયગાળા પુરતો શ્રમિકોને આરામ કે વિશ્રામ માટે ફાળવવા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારના કાયદા પ્રમાણે સૂચનાનું પાલન નહી કરવા બદલ જો કોઈ બિલ્ડર કે કોન્ટ્રાક્ટ જૂથ જવાબદાર ગણાશે અને તેમની સામે કાયદેસર પગલા લેવાશે.
શ્રમિકોને બપોરના સમયે 1 થી 4 દરમિયાન કામમાંથી મુક્તિ આપવી પડશે. જો કોઈ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર ઇન્કાર કરે તો શ્રમિક ખુદ ફરિયાદ કરી શકશે.
રાજ્ય સરકારના કાયદા પ્રમાણે સૂચનાનું પાલન નહી કરવા બદલ જો કોઈ બિલ્ડર કે કોન્ટ્રાક્ટ જૂથ જવાબદાર ગણાશે અને તેમની સામે કાયદેસર પગલા લેવાશે.