વિશ્વ આદિવાસી અધિકાર દિવસે પ્રાંત અધિકારીશ્રીને આદિવાસી સમાજના લોકોને મળેલ અધિકારોનું ચુસ્તપણે પાલન કરવાની રજુઆત કરવામાં આવી.

વલસાડ: ધરમપુર

તા.13/09/2024 ના દિને ધરમપુર ખાતે માનનીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રી પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકોને મળેલ અધિકારોનું ચુસ્તપણે પાલન કરવા બાબતની રજુઆત કરવામાં આવી.

વલસાડ જિલ્લો અને ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. તેમજ અનુસૂચિ 5 હેઠળ નો વિસ્તાર ધરાવે છે, જેમાં આદિવાસી સમાજના લોકોના મુખ્ય પ્રશ્નો..

1.બિન આદિવાસીઓ દ્વારા ખોટા આદિવાસી પ્રમાણપત્રો મેળવી નિકરીઓ અને અધિકારો પર તરાપ મારી હોય જેનું નિરાકરણ લાવવું

2.આદિવાસી ઓ ના જંગલ ની જમીનના પેન્ડિગ દવાઓનો ઝડપી નિકાલ લાવવો.

3.આદિવાસી ઓનું વિકાસના નામે વિસ્થાપન ન થવું જોઈએ.

4.5 મી અનુસૂચિ અને પેસા એક્ટનો ચુસ્ત અમલ થવો જોઈએ.

5.આદિવાસી વિસ્તારમાં શિક્ષણ,આરોગ્ય,તથા રસ્તાઓની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.

6.આદિવાસી વિસ્તારમાંથી વિવિધ પ્રોજેકટ જઇ રહ્યા હોય જેનાથી જળ,જંગલ અને પર્યાવરણને નુકશાનકારક પ્રોજેકટ રદ થવા જોઈએ.

7.રોસ્ટર પોઈન્ટનો ચુસ્તપણે અમલ થવો જોઈએ.

8.આદિવાસીઓની ગ્રાન્ટની બિન આદિવાસીઓ દ્વારા ચોરી થતી હોય એ અટકવી જોઈએ.

9.જાતિ પ્રમાણપત્ર અંગે રાજ્ય સરકારે ઘડેલ કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.

10.આદિવાસીઓમાં સ્વરોજગારી આવક મર્યાદા 2.50 લાખ થી 6 લાખ કરવી જોઈએ.

આદિવાસી સમાજના લોકોના બંધારણમાં આપેલ હકો નું હનન થઈ રહ્યું છે, જેનો આદિવાસી સમાજ ઉકેલ ઈચ્છે છે, આ તમામ પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવે અને આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકોને મળેલ અધિકારોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ ની માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *