તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત.

વલસાડ: ધરમપુર

જય જોહાર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન થયું, જેમાં વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં.

તારીખ 08/07/2024 ના દિને ધરમપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભાને અંતે રાષ્ટ્રીયગીત ગયા ને સભા પૂર્ણ જાહેર કરવામાં આવી. જ્યાં વિવિધ પ્રશ્નનું નિરાકરણ અંગે રજુઆત કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ શકે એ માટે ખાનગી અને ઇમરજન્સી શાખાઓ સિવાય સરકારી કચેરીઓ/કંપનીઓ/સંસ્થાઓના કર્મચારીઓ માટે રજા કરવા બાબતનો ઠરાવ.

આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણની ખૂબ જરૂરિયાત હોય જેથી ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય જેવીકે વસ્તી ગણતરી,સરકારી પ્રોગ્રામ માં ભીડ લઈ જવી, ગરીબ કલ્યાણ મેળામાં કોઈ નેતા આવે ત્યારે ચૂંટણીના કાર્ડ બનવવાની કામગીરી(BLO)માં જોડી દેવામાં આવે છે, જેથી આ તમામ પ્રવૃતિઓથી અળગા રાખી ફક્ત શિક્ષણ પર જ મહત્વ આપવામાં આવે તે બાબતનો ઠરાવ કરી શિક્ષણ વિભાગને આપવો, આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ બાબતે ગ્રામપંચાયતનો ઠરાવ લઈને જ કામગીરી કરવા બાબતે GEBના વહીવટી તંત્રને જાણ કરવામાં આવે આદિમજૂથના બાકી રહી ગયેલા આવાસોનું તાત્કાલિક સર્વે કરી આવાસ ફાળવવામાં આવે.

વાપીથી શામળાજી નેશનલ 56 રોડ જેમાં કરવદ થી ખાનપુર સુધી 22.5 કરોડ નો રોડ બનાવવામાં આવેલ હતો, ત્યારે પણ લેખિતમાં ફરિયાદ કરી હતી કે રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હાલે આ રોડ પર ધરમપુર બિરસામુંડા સર્કલથી આગળ કરંજવેરી માન નદીના પુલ પાસે 3 રસ્તા કાંગવી ફાટક, આંબા ફાટક પાસે ખાડાઓમાં અકસ્માત અનેક બનાવો બન્યા છે જેથી આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ બાબતે કાર્યપાલક ઇજનેરશ્રીને જાણ કરવામાં આવે.

ધરમપુર તાલુકામાં કેટલી શાળાઓ છે કેટલી શાળાઓ જર્જરિત છે અને કેટલી શાળાઓ તોડવાની મંજૂરી આપવામાં આવી છે તો ત્યાં શાળાના બાળકો હાલમાં ક્યાં અભ્યાસ કરે છે કારણ કે રાજપુરી તલાટ ગામે બાળકો પંચાયત પર બેસી અભ્યાસ કરે છે,ગોરખડા ગામે બાજુના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર છે,મારઘમાંળ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ માટે બાથરૂમની સુવિધા નથી. જે તાત્કાલિક બનાવવા બાબતે.

ખડકી ગામે આદિમજૂથ નું આવાસમાં મુરલ જઝીરામભાઈ ગાયકવાડ કે જેમને સરપંચશ્રી સાથે મળીને ઘર બનાવ્યા વગર બીજાનું ઘર બતાવીને પહેલો અને બીજો હપ્તો ઉપાડી લીધો હોય જેથી આવા સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવા બાબતે TDO શ્રી રજુઆત કરી અને TDO શ્રી દ્વારા પણ કાર્યવાહી થશે.

ભેંસદરા ગામની પ્રાથમિક શાળામાં મંદ બુદ્ધિના બાળકને શિક્ષક દ્વારા મારવામાં આવેલ હોય એના પર શું કાર્યવાહી કરી જેવી અનેક બાબતોની રજુઆત કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *