જય જોહાર
વલસાડ: ધરમપુર
તા.16/02/2024 ના દિને ધરમપુર તાલુકાના વિરવલ ગામે ક્રાતિકારી બિરસામુંડા એકતા કપ સીઝન-1 નું આયોજન.
જેમાં ક્રાંતિકારી બિરસામુંડા એકતા કપ સીઝન-1માં પાર્થ પટેલ, રિતેશ પટેલ, વિમલ પટેલ, ભૌમિક પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને દિતિયા બાપા ને હાર દોરા કરીને ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં રાજપુરી તલાટ, વિરવલ, મરઘમાળ, નાનીઢોલ ડુંગરી, મોટીઢોલ ડુંગરી અને ખટાણાં ગામની 6 ટીમોએ ભાગ લીધો.
જ્યાં વિરવલ ગામના સરપંચશ્રી પ્રતીક પટેલ, રાજપુરી તલાટ ગામના સરપંચશ્રી પ્રફુલ પટેલ, મરઘમાળ ગામના સરપંચશ્રી રજની પટેલ, સામાજિક આગેવાન વિમલ પટેલ, રાહુલ પટેલ, નિતેશ ગવળી સહયોગ એગ્રો ધરમપુર અને જ્યાં અમારું બહુમાન કર્યું તે બદલ આયોજક મિત્રોનો આભાર માનું છું.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ