તા.27/01/2024 ની રાત્રે વલસાડના પારડી સાંઢપોર ખાતે આદિવાસી બિરસામુંડા ગ્રૂપ દ્વારા આદિવાસી જન જાગૃતિ તથા સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
વલસાડ ખાતે આદિવાસી સમાજનો પહેલો જન જાગૃતિનો કાર્યક્રમ સ્થાનિક સંદીપભાઈ,મયૂરભાઈ અને એમની આખી ટીમ દ્વારા ખુબજ સુંદર આયોજન કર્યું હતું.
જ્યાં મહારૂઢીગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ, માજી જિલ્લા પચાયત સભ્યશ્રી જયશ્રી પટેલ, વાંકલ ગામના રાકેશ પટેલ, ધર્મેશ પટેલ અને સાથી મિત્રો, ઘેજ ગામના રાકેશ પટેલ અને સાથી મિત્રો, રોહિણાં ગામના ભાવેશ પટેલ અને સાથી મિત્રો, કમલેશ પટેલ, નિલેશ નિકુળીયા અને સમાજની હક અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા.