ગુજરાત: વલસાડ
પાલઘરથી ભૂંસાવલ સુધી સૂચિત રેલવે કોરિડોરની રેલવે લાઇન મુદ્દે વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની આગેવાનીમાં સૂચિત રેલવે કોરિડોરના પ્રભાવિત ગામોના સ્થાનિક લોકો અને ખેડૂતો મોટી સંખ્યામાં વલસાડ ખાતે આવી રેલીમાં આવી આવીને કલેક્ટરને સૂચિત રેલવે કોરિડોરનો મેપ જાહેર કરવા પ્રભાવિત વિસ્તાર જાહેર કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવી જરૂરી રજુઆત કરી હતી.
પાલઘરથી ભૂંસાવલ સુધી સૂચિત રેલવે કોરિડોરની રેલવે લાઇન મુદ્દે વલસાડ જિલ્લામાં જમીનનું સર્વે કરવા આવતા અધિકારીઓ દ્વારા પણ ખેડૂતોને કે ગામના અગ્રણીઓને કોઈપણ જરૂરી જાણકારી આપતા ન હોવાના આક્ષેપ કરાયા છે.
અધિકારીઓ દ્વારા વલસાડ તાલુકાના અને જિલ્લાના કેટલાક ગામમા ધામા નાખવામાં આવ્યા હતા. અધિકારીઓને પૂછવામાં આવતી માહિતીનો અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવતા સ્થાનિક લોકો દ્વારા સર્વેની કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો.
પાલઘરથી ભૂંસાવલ સુધી સૂચિત રેલવે કોરિડોરની રેલવે લાઇન માટે વલસાડ જિલ્લા કલેક્ટર કે સંબંધિત વિભાગ દ્વારા સૂચિત રેલવે કોરિડોરનો મેપ જાહેર કરવા અને કેટલા ગામો અસરગ્રસ્ત બનશે તે અંગે જરૂરીજાણકારી આપવા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગ કરી હતી.