વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન

વલસાડઃ ધરમપુર

જય જોહાર
આગામી દિવસોમાં વિશ્વ આદિવાસી આવી રહ્યો છે જે અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજ આગેવાનો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ 06/07/2024 ના દિને ધરમપુર વાલોડ ફળીયા ખાતે 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે મિટિંગનું આયોજન કર્યું હતું.

આ વર્ષે પણ અતિ ભવ્ય 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવા આવે હેતુ થી આગેવાનો ભેગા થઈ ને ચર્ચા કરવામાં આવી અને આદિવાસી સમાજની પરંપરા, વેશભૂષા, પારંપારિક વાજિંત્રો, આદિવાસી સમાજની અસ્મિતા, આદિવાસી સમાજની ઝાંખી થાય એવી કૃતિઓ સાથે ક્રાંતિકારી બિરસામુંડા સર્કલ ધરમપુર થી રેલીની શરૂઆત કરવામાં આવશે એવું આયોજન કરવામાં આવ્યું.

જ્યાં અલગ અલગ ગામોમાંથી આગેવાનો ભેગા થયા હતા અને આ વિશ્વ આદિવાસી દિવસને સફળ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો. – આદિવાસી સમાજ ધરમપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *