પી.એમ મોદી આજે 3 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે અને જબલપુરમાં રોડ શો કરશે

પી.એમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇ તબક્કાવાર વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર – પ્રસાર કરી રહ્યા છે. પીએમ મોદી આજે 3 રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરશે, જેમા જબલપુરમાં રોડ શો કરવાના છે.

ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ પાછી લેવા માટે ભાજપ પર દબાણ બનાવી રહ્યો છે.

આજે પીએમ મોદી દેશના  3 રાજ્ય – બિહારના નવાદા, પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી પ્રચાર કરશે. પીએમ મોદી સાંજે 6 વાગે જબલપુર પહોંચશે. જેમા પી.એમ મોદી જબલપુરમાં રોડ શો કરવાના છે. પીએમ મોદીનો આ રોડ શો એક કિમીથી વધુ લાંબો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *