ધરમપુર ખાતે પોલિસ લોક દરબાર યોજાયો. સોશિયલ મીડિયામાં આવતી લિંક અને ફ્રોડ મેસેજથી સાવધાન!

વલસાડઃ ધરમપુર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તારીખ 18/12/2024 ના દિને ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે DYSP શ્રી A.K.VARMA સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં થયું.

ધરમપુર તાલુકાના પી.આઈ શ્રી નિખિલ ભોયા, પી.એસ.આઇ શ્રી પ્રજાપતિ અને મોટી સંખ્યામાં ધરમપુર તાલુકાના વેપારી વર્ગ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

હાજર રહેલ લોકોએ ધરમપુરની સમસ્યાઓનું નિરાકરણ અંગેની વાત કરી જ્યાં ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા ધરમપુર તાલુકામાં જંગલ વિસ્તારમાં લાઇસન્સ અંગેના કેમ્પ કરવામાં આવે જેથી ધરમપુર તાલુકાના યુવાનો દંડનો ભોગ ન બને અને ધરમપુર તાલુકા પંચાયતની સામે વારંવાર અકસ્માતો થતા હોય જ્યાં બમ્પ મૂકવા અંગેની રજૂઆત કરવામાં આવી.

બામટી કોલેજ રોડ પર વધારે અકસ્માતની સંભાવના હોવાથી ત્યાં GRD મૂકવાની રજૂઆત કરવામાં આવી અને નાતાલનો પર્વ હોય તો એની ઉજવણી થાય છે, આ તમામ જગ્યાએ પરમિશન આપવા માટેની રજૂઆત કરવામાં આવી.

 DYSP શ્રી દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને કોઈ પણ ફ્રોડ કંપની ગામડે આવતી હોય તો તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું સાથે મોબાઇલમાં આવેલ કોઈપણ અજાણી લિંક ખોલવી નહીં અને એક ના ડબલ કરવા વાળા લોકોની સ્કીમમાં ભોળવાઈ જવું નહીં અને બીજી અનેક જરૂરી બાબતોનું માર્ગદર્શન P.I નિખિલ ભોયા અને P.S.I શ્રી પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *