વલસાડ: ધરમપુર
ધરમપુરના આસુરા ઝાપા પાસે રહેતા 57 વર્ષીય દિનેશભાઈ ઈશ્વરભાઈ મોદી જે જમણા પગથી દિવ્યાંગ છે. છેલ્લા ૩૫ વર્ષથી પોસ્ટ ઓફીસમાં એજન્ટ તરીકે સેવા આપે છે. ઘરના બાંધકામ માટે બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે ગયા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં એક દિવ્યાંગ ખાતેદાર દિનેશભાઈએ તેમની જરૂરિયાત મુજબ 3 જુનના રોજ 1.50 લાખ લાખ ઉપાડયા હતા.
કેસ કાઉન્ટર પાસેથી બૅંકના ખાતેદારોની ભીડનો લાભ લઈને ઘોડીના સહારે બહાર આવતા દિવ્યાંગ દિનેશભાઈના પેન્ટના ખિસ્સામાં મુકેલા 50 હજાર રૂપિયા અજાણ્યો ઈસમ સરકાવી ગયો હતો.ઘટના અંગે બેંકના મેનેજરને ઘટનાની જાણ કરી હતી.
ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરતા ધરમપુર પોલીસે તાત્કાલિક બેંકના CCTV ફૂટેજ મેળવી ચેક કરતા કેસ કાઉન્ટર પાસે દિવ્યાંગ દિનેશભાઈની નજર ચૂકવી યુવકે રૂપિયા 500 ના નોટોનું બંડલ સરકાવી લીધું હતું.
ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરાતા બાતમી દારોની મદદ મેળવી બંને આરોપીઓને જમાલિયા પેટ્રોલ પમ્પ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં પડાવામાં રહેતા 25 વર્ષીય રાજા મુકેશ ગુર્જજર અને તેનો નાનો ભાઈ 21 વર્ષીય રામપતિ મુકેશ ગુર્જજરની પ્રાથમિક પૂછપરછ કરતા બેંક ઓફ બરોડામાંદિવ્યાંગના પેન્ટના ખિસ્સામાંથી 500 રુપિયાના નોટોની બંડલની ચોરી કરી હોવાની કબુલાત કરતા ધરમપુર પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.