ગુજરાત: વલસાડ
ધરમપુર તાલકાના અંતરિયાળ વિસ્તાર ચિત્રકૂટ ધામ ખાંડા ગામમાં છેલ્લા 6 દિવસથી રામકથા ચાલી રહી છે, કથાની શરુઆત પૂ. મોરારી બાપુ સનાતન ધર્મનો મહિમાગાન કરી રહ્યા છે. આજે આ દોર આગળ વધારતા ધર્માંતરણ કરી ચુકેલા ભાઈ-બહેનોને ફરીથી સનાતન ધર્મ અંગીકાર કરવાની હાકલ કરી છે.સાથોસાથ છઠ્ઠા દિવસની કથા દરમિયાન પૂ. મોરારી બાપુએ માતૃશકિતનો મહિમા ગાયો હતો.
સત્ય-પ્રેમ અને કરુણાનો વેશ્વિક સંદેશને આગળ વધારતા પૂ. મોરારી બાપુએ કથાના છઠ્ઠા દિવસે કથાની શરુઆત શ્યામ સુંદરી યમુનાજી મહારાણી મહારાણીનો પ્રાગટ્ય દિવસ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોવાથી તેમને યાદ કરીને કથાની શરુઆત કરી હતી.
પૂ. બાપુએ બુદ્ધ પુરુષના આશ્રયની વાત કરતા જણાવ્યું કે મનુષ્યએ જન્મ-મરણના ભવ તરી જવા હોય તો એમના ચરણોનો આશ્રય કરજો. વિવિધ પ્રકારે બુદ્ધ પુરુષના મહિમાનુ ગાન કર્યું હતું.
પૂ. બાપુએ માતૃશક્તિનો મહિમા ગાન કરતા જણાવ્યું છે કે દીકરી જન્મે તો ઉત્સવ મનવજો, આખા વર્ષમાં શિવની માત્ર 1 (એકજ) શિવરાત્રી આવે છે. જ્યારે માતૃશકિતનો મહિમા નવ દિવસો સુધી ગવાય છે. દીકરો એક કુળને તારે છે, જ્યારે દીકરી તો બે કુળને તારે છે.
ધરમપુર તાલુકાના ચિત્રકૂટ ધામ ખાંડા ગામે કથાનું શ્રવણ કરવા ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.