ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નો વિશે રજૂઆત કરી.

વલસાડઃ ધરમપુર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન તારીખ18/11/2024 ના દિને ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નો વિશે જે તે વિભાગમાં જણાવી નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરી કરવામાં આવી.

  • ધરમપુર તાલુકાના નરેગા માં કુવાના કામો માટે 4500 રૂપિયા આશરે 2020 માં ભરાવેલ અને આજ દિન સુધી કામો ચાલુ કરવામાં આવ્યા નથી તો એ કામો ક્યારે ચાલુ કરશો.
  • મરઘમાળ ગામની સસ્તા અનાજ ની દુકાન વિરવલ ગામે છે જે અલગ કરી ગામમાં સસ્તા અનજની દુકાન માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો છે જેથી તાત્કાલિક સસ્તા અનાજ ની દુકાન અલગ કરવા માટે તાલુકાના સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવે અને જે તે વિભાગમાં જાણ કરવામાં આવે જેથી ઢોલડુંગરી ગામના લોકો હેરાન ના થાય.
  • ધરમપુર તાલુકાની આંગણવાડી બહેનોને ઓનલાઇન અને ઓફલાઈન બંનેની કામગીરી આપવામાં આવે છે પરંતુ ધરમપુર તાલુકામાં નેટવર્કની ખૂબ મોટી સમસ્યાને કારણે એ કામગીરી થઈ શકતી નથી અને મોબાઈલ પણ બંધ હાલતમાં હોય જેથી ઓફલાઈનની જ કામગીરી કરવામાં આવે.
  • પોષણ સુધા યોજનામાં સગર્ભા માતા અને તાત્રી માતાને જમાડવાની ડીશ 27 રૂપિયામાં દાળ ભાત શાક રોટલી એ કઈ રીતે જમાડવું અને બાળક દીઠ ગરમ નાસ્તાના 1 રૂપિયો અને 30 પૈસા માં સવારનું જમાડવાનું એ કઈ રીતે જમાડી શકે.
  • આંગણવાડી બહેનોને 11 રજિસ્ટર જ ભરવાના હોય પરંતુ હાલે વધારે રજીસ્ટરો ભરવા માટે આપવામાં આવે છે જે ફક્ત કામના રજીસ્ટરો હોય એટલા જ ભરાવવામાં આવે.
  • ધરમપુર તાલુકામાં શ્રમયોગીના ફોર્મ ભરવામાં આવેલ તે કેટલા લોકોને ચૂકવણી થઈ અને ન થઈ તો ક્યારેય ચૂકવણી કરશો.
  • ધરમપુર તાલુકામાં કેટલી શાળા છે કેટલીક મળશે અને કેટલી શાળાઓને તોડવાની મંજૂરી આપવામાં આવી છે અને જેમને તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે તે તોડી પાડવામાં આવી છે તો તે શાળાના બાળકો હાલમાં ક્યાં અભ્યાસ કરશે કારણ કે રાજપુર તલાટ ગામે બાળકો પંચાયત પર બેસીને અભ્યાસ કરે છે અને ગોરખડા ગામે પ્રાથમિક શાળાના બાળકો બાજુના ઘરમાં અભ્યાસ કરે છે.
  • ધરમપુર તાલુકામાં આદિમ જૂથના બાકી રહેલ ઘરોનું સર્વે કરી તાત્કાલિક મંજૂરી આપવામાં આવે.
  • વાપી થી શામળાજી નેશનલ 56 જે કરોડ થી ખાનપુર સુધી ગયા વર્ષે 22.5 કરોડ નો રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય જેના કારણે અલગ જગ્યાએ ખાડાઓ પડી ગયેલા હોય જેના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હશે હાલે પણ ખટાણા ગામના બે યુવાનો ખાડામાં પડવાના કારણે પાછળથી આવેલ ટ્રક ઉપર ચડી ગયેલો અને બે વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા જેથી આવા કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
  • તાલુકા પંચાયતની સામે અવારનવાર અકસ્માત ના બનાવ બન્યા છે અગાઉ પણ અહીંયા પંપ મુકવા માટે રજૂઆત કરી હતી એ બોમ્બ તાત્કાલિક મૂકવામાં આવે જે બાબતે જેતે વિભાગ સાથે સંકલન કરવામાં આવે.
  • નડગદરી ગામના સરપંચ શ્રી દ્વારા કરેલ રજૂઆતો ધ્યાનમાં લેવા બાબત અને નડગધરી ગામે સાદડપાડા વર્ગ શાળા થી જગદીશભાઈ ના મહોલ્લામાં જતો રસ્તો તેમજ નિચલા ફળિયા થી સાવળી ના માળ તરફ જતો રસ્તો.
  • નડગધરી ગ્રુપ ગ્રામ પંચાયત માં ભગવાન બિરસામુડા ની પ્રતિમા સ્થાપના કરવાની હોય જે બાબતે ઠરાવ કરીને આપેલ હોય જે મંજૂરી આપવા બાબત અન્ય ગામોમાં પણ ગામ લોકો ઈચ્છે તો ગામના સ્વભંડોળ માંથી એ મંજૂરી આપવામાં આવે એવી દરખાસ્ત વિશે જણાવવા આવ્યું. અને નડગધરી નવીનગરી ફળિયામાં ચેકડેમ કોઝવેની જરૂરીયાત બાબતો ની રજૂઆત કરવામાં આવી.
  • ધરમપુર બિરસામુંડા સર્કલ ખાતે ક્રાંતિકારી બિરસાની પ્રતિમા માટે પૈસા ફાળવ્યા તે બદલ તાલુકા પંચાયત અને ધરમપુર નગરપાલિકાનો આભાર અવ્યક કરવામાં આવ્યો સાથે ધરમપુર નગરપાલિકા દ્વારા ધરમપુરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમા ને પાણી થી ધોવામાં આવે છે એ કામગીરી ને પણ બિરદાવવામાં આવી.
  • અગાઉ આદિવાસી સમાજ દ્વારા કરેલ રજૂઆતના આધારે ધરમપુર નગરપાલિકાની લાઇબ્રેરી માં પાણી માટેનું કૂલર, ખુરશી, AC જેવી સુવિધા વિધાર્થીઓને સુવિધા આપી તે બદલ આભાર માનવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *