ગુજરાત
લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને મનાવવાના પ્રયાસમાં લાગી છે, ટુંક સમયમાં જ 7 મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.
ગુજરાતમાં મતદાનને માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે આખું ગુજરાત મતદાનના દિવસની રાહ જોઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આગમનને લયને સમગ્ર તયારીઓ ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી મતદાન કરવાના છે, 7મી મેના રોજ સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં અમદાવાદની જનતા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં મતદાન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતભરની જનતા આ દિવસે જેતે કેન્દ્ર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નિર્ણાયક પસંદ કરશે.