જય જોહાર નવસારી: વાંસદા તા.15/10/2022 ની રાત્રે ચોરવણી ખાતે સંયુકત ડેમ સમિતિની દ્વારા પાર તાપી રિવર લિંક અને આદિવાસી સમાજ પર ખેરગામ ખાતે થયેલ હુમલા ના વિરોધ માં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવેલ તમામ લોકો એ એકજ વાત કરી હતી કે અમે અમારી એક ઇંચ પણ જમીન આપીશું નહિ, અને આદિવાસી સમાજ પર હુમલો કરનાર અસામાજિક તત્વો ની ધરપકડ હજી સુધી કરવામાં આવી જેથી જે દિવસે જિલ્લા પોલીસ વડાશ્રી પાસે રજુઆત કરવા જવાનું હછે તે દિવસે મોટી સંખ્યા માં આવછે ની વાત કરી અને તા.8/10/2022 ની રાત્રે ખેરગામ ખાતે જે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગાડીઓ તોડી હતી એ ગાડી બનાવવા માટે આદિવાસી સમાજે પાઘડી ફેરવી તો 17,070/- રૂપિયા ભેગા થયા જે તૂટેલ ગાડી ને રીપેર કરવા માટે આપવામાં આવ્યા. જ્યાં ડેમ સમિતિ ના પ્રમુખશ્રી ઓ,સંઘર્ષ ડેમ સમિતિ ના સભ્યશ્રી ઓ,જિલ્લા પંચાયત સદસ્ય શ્રીઓ,તાલુકા પંચાયતના સભ્યશ્રી ઓ,સરપંચશ્રી ઓ,અને મોટી સંખ્યા માં બહેનો,યુવાનો,વડીલો અને હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજાર રહ્યા હતા.