ગુજરાત
તા.05/04/2024 શુક્રવારના રોજ INDIA ગઠબંધન ભરૂચ લોકસભાના AAP ના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની હાજરીમાં વાલિયા તાલુકાના ચંદેરિયા, દાજીપુરા, પથાર, મોદલિયા, સિંગલવાણ, દેવનગર, શીર, દોલતપુર, ઇટકલા, અને પીઠોર – ડહેલી જેવા ગામોમાં અંતર્ગત જન સંવાદ કાર્યક્રમો યોજાયા હતા.
તે દરમિયાન AAP ના નેતા “ગૂજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન ઈસુદાનભાઈ ગઢવી” તેમજ આદિવાસી નવ યુવાન ધારાસભ્ય “શ્રીમાન ચૈતર ભાઈ વસાવા” ની ઉપસ્થિતિમાં “તમારો દિકરો તમારા દ્વાર” જન સંવાદ કાર્યક્રમને દેવનગર (શીર) ગામના વડીલો ભાઈઓ બહેનોએ ખુબ અનેરાં આનંદ સાથે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
ગામના લોકોએ “શ્રી ચૈતર ભાઈ વસાવા” તેમજ ઇસુદાનભાઈ ગઢવી સહિતના અનેક આગેવાનોનું “એક જ ચાલે ચૈતર ભાઈ જ ચાલે” ના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું..