વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલના જનસંપર્ક કાર્યક્રમો

વલસાડ

સમગ્ર ગુજરામાં ચુંટણીનો માહોલ જામ્યો છે, દરેક ઉમેદવારો પોતાના પક્ષને લયને કાર્યકર્તાઓ ગામડે ગામડે જય જયને ચુંટણી પ્રચાર કરી રહ્યા છે.

વલસાડ-ડાંગ લોકસભાના લોકપ્રિય આદિવાસી ઉમેદવાર અનંત પટેલ તા.07/04 /2024 ના દિને ધરમપુર તાલુકાના માંકડમન, ધામણી, સિંગરમાળ,વાઘવળ, પીડવળ,ગડી,હનમતમાળ,ભવાડા, અને આવધા ગામે વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ ના જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ગામોમાં યુવામીત્રો,વડીલો અને બહેનોએ જીત માટે ની શુભેચ્છા પાઠવી છે.

ગુદિયા ગામે વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ નો અભિવાદન સમારોહનું આયોજન ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો માતાઓ બહેનો અને ખાસ કરીને યુવાઓએ અનંત પટેલનું અભિવાદન કર્યું હતું અને જંગી બહુમતીથી જીતાડીશું ની વાત કરી હતી.

વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ હંમેશા આદિવાસી સમાજની પડખે ઊભા રહ્યા છે, તેમણે ભારતમાલા પ્રોજેક્ટ, ડેમ હટાવો, પાર તાપી નર્મદા જોડાણ યોજનામાં લોકો સાથે મળીને અદોલાનો કર્યા છે, તેઓએ વિશ્વ આદિવાસી દિવસે જળ જંગલ જમીન અને સમાજની અસ્મિતાને ખતમ કરનારા તમામ તમામ પ્રોજેક્ટને રદ કરવાની માંગણી કરી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *