કચ્છની ધરા પર મળ્યા “વાસુકી” નાગના અવશેષ…

ગુજરાત: કચ્છ

ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકીના છે. આ વિશ્વનો સૌથી મોટો નાગ હતો. આનાથી મોટો કોઈ નાગ નથી.  કચ્છની પાન્ધ્રોમાં લાઈટનાઈટ ખાણમાંથી વાસુકી નાગના અશ્મિ મળી આવ્યા છે.

આ એ જ નાગ છે, જેનો ઉલ્લેખ પુરાણોમાં સમુદ્ર મંથનની ગાથા દરમિયાન થયો છે. તેની મદદથી મંદાર પર્વતને મંથન ચક્રની જેમ ફેરવવામાં આવ્યો. જેના કારણે સમુદ્રમાંથી અમૃત અને ઝેર જેવી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ બહાર આવી. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ આપવામાં આવ્યું છે.

ઓડિશાની રૂરકી IITના 2 નિષ્ણાંત સંશોધકો દેબોજીતે દત્તા અને સુનીલ બાજપાઈ દ્વારા ગુજરાત રાજ્યના કચ્છના પાન્ધ્રોમાં લિગ્નાઈટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ ‘સાયન્ટીફિક રીપોર્ટસ’માં પ્રગટ કરવામાં આવ્યુ છે.

આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં વેજ્ઞાનિકો એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકી સાપના છે. વાસુકીનું નામ હિંદુ દેવતા શિવ અને સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના કચ્છમાં વાસુકી નાગના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, શું ખોરાક હતો, કંઈ રીતે શિકાર કરતા હતા, ક્યાં પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *