જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાનું 86 વર્ષની વયે નિધન…

ભારત: ગુજરાત

રતન તાતા એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, જેમણે 1990 થી 2012 સુધી ટાટા ગ્રુપ અને ટાટા સન્સના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, અને ત્યારબાદ ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ભારત સરકાર દ્વારા તેમને 2000માં પદ્મભૂષણ અને 2008માં પદ્મવિભૂષણ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રારંભિક જીવન અને શિક્ષણ
રતન તાતાનો જન્મ 28 ડિસેમ્બર, 1939ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈમાં, એક પારસી જરથોસ્તી પરિવારમાં થયો હતો. તેઓ નવલ તાતાના પુત્ર હતા, જેમનો જન્મ સુરતમાં થયો હતો અને બાદમાં તેમને તાતા પરિવારમાં દત્તક લેવામાં આવ્યા હતા.

અવસાન
ઉંમર સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ મુંબઇની એક હોસ્પિટલમાં સઘન સંભાળ હેઠળ હતા. 86 વર્ષની ઉંમરે 9 ઑક્ટોબર 2024 ની મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે તેમનું નિધન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *