તા.20/09/2023 ના દિને ધરમપુર બજારમાં શાકભાજી વેચતી બહેનોને શૌચાલય બાબતે પડતી તકલીફ દૂર કરવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી વિજય એન. ઇટાલીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.
નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી દ્વારા બજારમાં શાકભાજી વેચતા વેપારીઓને શૌચાલય બાબતે પડતી તકલીફ અંગે શાકભાજી માર્કેટમાં રૂબરૂ મુલાકાત લીધી હતી અને વહેલામાં વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવી.
તમામ શાકભાજી વેચતી બહેનો, વેપારીઓ વતી હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ધરમપુર નગરપાલિકાનો આભાર માનું છું.