ભારત
સોશિયલ મીડિયા પર એક ચાહકે એક્સ પર લખ્યું, “સચિન તેંડુલકર અને રોહિત શર્મા વચ્ચે છેલ્લા 2 વર્ષથી બધું બરાબર ચાલી રહ્યું નથી, કદાચ આવું થઈ રહ્યું છે કારણ કે તેમના પુત્ર અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વધુ તકો મળી રહી નથી. આઈપીએલ 2023 માં પણ, અર્જુનને 2 મેચ પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સિવાય તમામ ખેલાડીઓના પ્રદર્શન પર પોસ્ટ કરી રહ્યો છે. વળી, માસ્ટર બ્લાસ્ટર રોહિતના જન્મદિવસે તે જાહેરમાં ‘હિટમેન’ને અભિનંદન પણ આપ્યાં નહોતા. રોહિતે બાંગ્લાદેશ સામે અણનમ 51, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 86,અફઘાનિસ્તાન સામે 133 અને ઈંગ્લેન્ડ સામે 87 રન ફટકાર્યા ત્યારે રોહિત માટે એક પણ સચિને ટ્વિટ કર્યું નહતુ, જ્યારે તે હંમેશા કોહલી અને ગિલ માટે ટ્વિટ કરતો રહે છે.
યુઝરે વધુમાં જણાવ્યું કે, જ્યારે સુરેશ રૈના, યુસુફ પઠાણ, વિરાટ કોહલી, શુભમન ગિલ, ઇશાન કિશન, એમએસ ધોની, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજનો જન્મદિવસ હતો, ત્યારે સચિને તેમને વિશ કર્યું હતું, પરંતુ રોહિતના જન્મદિવસ પર મેસેજ પણ નહોતો મોકલ્યો.
સચિન તેંડુલકર વિરાટ કોહલી, ગિલ, ઈશાન કિશન, એમએસ ધોની, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે, પરંતુ રોહિતને નહીં. સચિન તેંડુલકરે છેલ્લે એપ્રિલ 2022 રોહિત માટે પોસ્ટ કરી હતી, આ યુઝરનો દાવો છે કે તેંડુલકરે છેલ્લે એપ્રિલ 2022 માં રોહિત માટે વ્યક્તિગત પોસ્ટ કરી હતી. આ સમયગાળામાં રોહિતે ભારત કે મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ ટાઈટલ જીત્યું નથી. પરંતુ ભારતીય કેપ્ટન બેટથી શાનદાર ફોર્મમાં છે.
યુઝર્સના આ દાવાને ત્યારે વધુ મજબૂતી મળે છે જ્યારે અર્જુન તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા અને ઇશાન કિશનને ફોલો કરે છે, પરંતુ રોહિત શર્મા નથી કરતો.