એક મહિલાના કાનમાં ફાટ્યા Samsungના ઈયરબડ્સ, તમે પણ ચેતી જજો?

આ દિવસોમાં ઇયરબડ્સ અને પહેરી શકાય તેવા ઉપકરણોનો ટ્રેન્ડ જોશમાં ચાલી રહ્યો છે. લાખો લોકોએ તેમની દિનચર્યામાં સ્માર્ટફોનની સાથે ઇયરબડનો પણ સમાવેશ કર્યો છે. તેઓ ફોન કોલ્સ, કાર્ય, મનોરંજન  અથવા કોન્ફરન્સ માટે ઇયરબડ્સનો ઉપયોગ કરી રહ્યાં છે.

ઇયરબડ ફાટવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તુર્કીની એક મહિલાએ કાનમાં ઈયરબડ ફાટવાથી તેની સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે. ત્યારે જો કેટલીક ભૂલો આપણે પણ કરી રહ્યા છોએ, આપણે પણ ચેતવું પડશે.

સેમસંગના TWS ઇયરબડ્સ બ્લાસ્ટ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાનમાં ઈયરબડ્સ બ્લાસ્ટ થવાને કારણે મહિલાએ સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. તુર્કીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં વાયરલેસ ઇયરબડનો ઉપયોગ કરતા લાખો વપરાશકર્તાઓ માટે ભારે તણાવ પેદા કર્યો છે. પણ જો આપણે આવી ભૂલ કરી રહ્યા છે તો ચેતવું પડશે.

સેમસંગ તુર્કીના કોમ્યુનિટી ફોરમ પર, બાયઝીટ નામના યુઝરે દાવો કર્યો હતો કે તેની ગર્લફ્રેન્ડ Galaxy Buds FE નો ઉપયોગ કરી રહી છે. અચાનક તેમાં બ્લાસ્ટ થયો, જેના કારણે તેણે સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી. આ ચોંકાવનારી ઘટના બાદ યુઝરે સેમસંગ પાસેથી ટેક્નિકલ મદદ માંગી જેથી તેની સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ લાવી શકાય. જોકે, દક્ષિણ કોરિયન કંપની સેમસંગનો પ્રતિસાદ અપેક્ષાઓ ખુબ જ ખરાબ હતો. કંપનીએ વપરાશકર્તાને ઘટના વિશે વિગતવાર માહિતી માંગી અને તેમને ઇયરબડ્સ બદલવાની ઓફર કરી. સેમસંગના પ્રતિસાદથી વપરાશકર્તા ખૂબ  નિરાશ થયો હતો અને તેણે કોમ્યુનિટી ફોરમ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

યુઝરે કમ્યુનિટી ફોરમ પર દાવો કર્યો કે દક્ષિણ કોરિયન કંપનીએ આ ઘટના પર માફી માંગી અને કહ્યું કે અમે વિસ્ફોટ થયેલા ઈયરબડ્સની તપાસ કરી હતી અને અમને તેના વિસ્ફોટનું કોઈ નક્કર કારણ મળ્યું નથી. સેમસંગના આ પ્રતિસાદથી વિશ્વભરના લાખો ઇયરબડ યુઝર્સની ચિંતા વધી છે. આવી ઘટનાઓ જીવલેણ બની શકે છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર સેમસંગની આકરી ટીકા પણ કરી છે અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને ગંભીરતાથી લેવાની સલાહ આપી છે.

દક્ષિણ કોરિયાની કંપનીએ ઇયરબડ્સ વિસ્ફોટ થવાનું કોઈ નક્કર કારણ શોધી કાઢ્યું નથી, પરંતુ ઇયરબડ્સમાં ઇલેક્ટ્રિક સર્કિટ પણ હોય છે, જે સમસ્યા ઊભી કરી શકે છે. આથી તેને ચાર્જ કર્યા પછી તરત યુઝ કરવાથી બચવું જોઈએ.આથી સતત ઇયરબડ્સના ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *