ગુજરાત
આજ રોજ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૪નો શુભારંભ કરવામાં આવ્યો જેની અંદર જુદી-જુદી રીતે બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકો ને આવકારવામાં આવ્યા.
વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે વાંસદા તાલુકાના ખંભાલીયા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા પ્રવેશ મહોત્સવ – ૨૦૨૪નો શુભારંભ કાર્યક્રમમાં ભાગ લીધો.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉલ્લાસમય શિક્ષણના આ અવસરે, બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માજી. શિક્ષણ અધ્યક્ષા નિર્મળાબેન જાદવ, આ વિસ્તારના અગ્રણી કેશવભાઈ જાદવ, લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક નિલમભાઈ પટેલ થતાં સાથી કાર્યકર્તાઓ ગ્રામજનો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભવાડા ખાતે ડુંગરસેત પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સરપંચ શંકરભાઈ ગાયકવાડ માજી સરપંચ રમેશભાઈ ગાયકવાડ, શુકરભાઈ બારાત અને ગામના આગેવાનો હાજર રહેલ રહી પ્રવેશોત્સવને સફળ બનાવ્યો.
તેમજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ અને મનુષ્ય ગૌરવ ગાન બાદ મુખ્ય અતિથિ ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસર ડો.વિજયભાઈ ઇટાલીયા સાહેબના હસ્તે તેમજ ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલના હસ્તે બાલવાટિકાના 18 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અને આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ કરાવવામાં આવ્યો અને ધોરણ 3 થી 8 માં પ્રથમ ક્રમાંક એ આવેલ વિદ્યાર્થીઓનું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
ત્યારબાદ ધોરણ પાંચ ની અંદર C.E.T પરીક્ષાની મેરીટમાં આવેલ પાંચ વિદ્યાર્થીઓનું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડો.વિજયભાઈ ઇટાલીયા દ્વારા શાળાના ઉત્સવને અનુરૂપ ઉદબોધન રજૂ થયું.
ત્યારબાદ આભાર વિધિ કરી રાષ્ટ્રગાન બાદ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને શાળાની મુલાકાત કરવામાં આવી અને શાળામાં તૈયાર થયેલ કોમ્પ્યુટર લેબ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાની ઓફિસની અંદર એસએમસી બેઠક બોલવામાં આવી જેમાં ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ અને ગામના ડેપ્યુટી સરપંચ વિલયમભાઈ પટેલ તેમજ C.R.C કિંજલબેન, એસએમસી અધ્યક્ષ અનિલભાઈ પવાર અને શિક્ષણવીદ પ્રદીપભાઈ પટેલ તેમજ એસએમસીના સભ્યો અને શાળાના સ્ટાફગણ હાજર રહ્યા અને શાળા વિકાસને લગતી ચર્ચાઓ કરવામાં આવી
Good