ગુજરાત: વલસાડ
ભારત સરકાર અવનવા પ્રોજેક્ટો લાવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર પાલઘર-વ્યારા વચ્ચે ફ્રેઈટ કોરિડોરનો દાનહ-વલસાડના જંગલ વિસ્તારના ગામોમાં સરવે કરવામાં આવ્યો.
ડીએફસીસી દ્વારા દાનહના સરપંચો સાથે પણ બેઠક યોજી, સરવે બાદ કેન્દ્ર સરકાર મંજૂરી આપશે, મહારાષ્ટ્રમાં મોટાભાગની કામગીરી પૂર્ણ.
મુંબઈ-અમદાવાદ રેલવે લાઈનને અડીને ડીએફસીસી દ્વારા અલગ ટ્રેક પાથરી ગુડ્ઝ ટ્રેન માટે ફ્રેઈટ કોરિડોરની મોટા ભાગની કામ પૂર્ણ થયું છે, ત્યારે હાલ વલસાડ જિલ્લા અને દાનહના ગામોમાં વધુ એક ગુડ્ઝ ટ્રેન માટે સરવે કરવામાં આવી રહ્યો છે. ડીએફસીસીના સુત્રોના મતે હાલ સેટેલાઈટ સરવે ચાલી રહ્યો છે. દાનહના સરપંચો સાથે બેઠક યોજી સહયોગ માટે જણાવામાં આવ્યું છે. સરવે બાદ કેન્દ્ર સરકાર મંજુરી આપશે. મુંબઈથી પાલઘર-દાનહ,વલસાડ થઈ વ્યારા સુરત સુધી ગુરુ ટ્રેન માટે અલગ ટ્રેક નાખવામાં આવશે.
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. દ્વારા ત્રણેય કોર રાઈડર્સ માટે નેટવર્ક સંરેખણ અહેવાલો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઓછામાં ઓછા ત્રણ વધુ સમર્પિત ફ્રેઈટ કોરિડોર, ઝડપી નૂર ચળવળને આગળ ધપાવવા અને પેસેન્જર ટ્રેનો માટે નિયમિત ટ્રેક મુક્ત કરવાની ભારતીય રેલવેની યોજનાના ભાગ રૂપે વિચારણા ચાલી રહી છે.કાસ્ટ કોસ્ટ રૂટ ઉત્તર-દક્ષિણ માર્ગ અને પૂર્વ-પશ્ચિમ એકને આવરી લેતા આ ત્રણ કોરિડોર કુલ 4,300 કિમીની લંબાઈ ધરાવે છે. જે અંતગર્ત મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેકની જેમ મુંબઈથી પાલઘર-દાનહ-વલસાડ- વ્યારા સુરત સુધી ફ્રેઈટ કોરિડોર માટે સરવેની કામગીરી ચાલી રહી છે. ડીએફસીસીના અધિકારીએ સેલવાસ પ્રશાસનના સહયોગથી સરપંચો સાથે બેઠક યોજી જમીન સંપાદનમાં સહયોગ સહિત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
થોડા સમય પહેલા મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર ઉમરગામથી-સુરત સુધી ફ્રેઈટ કોરિડોરની કામગીરી પૂર્ણ થઇ . હવે ફરી પાલઘરથી સુરત સુધીના ટ્રેક પર ગુડ્ઝ માટે સરર્વેની કામગીરી ધરવામાં આવી છે. જો કે આ રેલવે ટ્રેકથી જમીનના ભાવો વધશે એવું કહેવાય છે.
પાલઘર-વ્યારા ડબલ ટ્રેક ઇલેક્ટ્રિક
ડીએફસીસીના સુત્રોએ જણાવ્યું હતું કે દિલ્લી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકતાને જોડવા ફ્રેઈટ કોરિડોરનો પ્રોજેકટ લાંબા સમયથી ટાલી રહ્યો છે. રેલવે લાઈન પર ટ્રાફિક હળવું કરવા હવે મહારાષ્ટ્રના પાલપુરથી વ્યારા વચ્ચે નવો ફ્રેઈટ કોરિડોર બનશે. જેમાં જે ડબલ ટ્રેક ઇલેક્ટ્રિક રહેશે. ખાલી ગુડ્ઝ ટ્રેન જ પસાર થશે. 200 ફીટ 60 મીટર રહેશે.
સરર્વેમાં દાનહ ,વલસાડ કેટલા ગામોનો સમાવેશ?
દાનહના 10થી 12 ગામો, વલસાડ જિલ્લાના ગામોની સંખ્યા કહી શકાય નહિ. નવી રેલવે લાઇન જંગલમાંથી પસાર થતી હોવાથી તેમને ગામો સાથે જોડી શકાય નહિ. રેવન્યુ સરવે નંબરના આધારે કામ ચાલે છે.
આ ટ્રેક ક્યારથી શરુ થશે અને ક્યાં પૂર્ણ થશે?
-પાલઘરમાં અમારૂ ડબલ્યુડીએફ્સી (વેર્સ્ટ નડીડેકેટ ફ્રેઈટ કોરિડોર)છે જે દિલ્લી જવાહલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટને જોડે છે. 15 વર્ષથી કોરિડોર બને છે. દિલ્લી અને મુંબઈને જોડવામાં આવશે.
કેટલા સમયમાં કામગીરી શરૂ થશે, કેટલો વિસ્તાર?
-હજુ એક રાજયનું સરવેનું કામ પૂર્ણ થયુ છે બીજા રાજ્યમાં સરવે ચાલે છે. દાનહના સચિવને મળીને સરપંચો સાથે બેઠક કરી છે. સમગ્ર રાજ્યનો સેટેલાઈટ સરવે પૂર્ણ થયા બાદ મેપ બનશે.
ચૂંટણીપૂર્વે તંત્રએ અફવા ગણાવી હતી
વલસાડ લોકક્સભાની ચૂંટણી પહેલા વહીવટી તંત્રએ પ્રેસનોટ જાહેર કરી વલસાડ જિલ્લામાં ડીએફસીસીનો કોઈ પ્રોજેક્ટ ન હોવાનો તથા ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (ડીએફસીસીઆઈએલ) દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો નકશાનો વિડિયો અધિકૃત ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (DFCCIL) દ્વારા રેલવે કોરિડોર સંદર્ભે સોશીયલ મિડીયામાં વાયરલ થયેલ નકશાનો વિડિયો અધિકૃત નથી.જેમા નકશાનો ઉલ્લેખ કરાયો હતો, પરંતુ આ પ્રોજેકટનો સરવે ચાલી રહ્યો છે.
ભુસાવલ-પાલઘર ગુડ્ઝ ટ્રેન દોડશે દક્ષિણ ગુજરાતમાં આ કોરિડોરમાં વ્યારા સેન્ટ્રલમાં રહેશે. કારણ કે ભુસાવલથી વ્યારા (સુરત) ગુડ્ઝ ટ્રેનનો ટ્રેક છે. એટલે કે મુંબઈ કલ્યાણથી નાસિક, ભુસાવલ થઈ વ્યારા રૂટ છે. જેમાં પુલિયાનો સમાવેશ થતો નથી. જ્યારે બીજો પહાડી-જંગલ રસ્તામાંથી પસાર થનાર મુંબઈના પાલઘરથી દાનહ, વલસાડ થઈ વ્યારા સુધી ગુડઝ ટ્રેનનો સરવે ચાલી રહ્યો છે. ખાસ કરીને મુંબઈ-અમદાવાદ ટ્રેકને હળવો રાખવા અને માલસામાનના અવર-જવર માટે અલગથી કોરિડોર બનાવામાં આવી રહ્યો છે.
સંઘર્ભ: દિવ્યભાસ્કર