વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કવિ કમલ વોરાને એનાયત થશે.

ગુજરાત: ભાવનગર

ગુજરાતી કવિને એમના સમગ્ર સર્જનના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. શરૂઆત 1999 કરવામાં આવી હતી. આ એવોર્ડમાં ગુજરાતીભાષાના આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાલા અને ₹ 1,51,000 (રૂ.એક લાખ એકાવન 1 હજાર)ની સન્માન રાશિનો સમાવેશ થાય છે. તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.

ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. પ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ છે.

વર્ષ 2024ના નરસિંહ મહેતા એવોર્ડ માટે કવિ કમલ વોરાની પસંદગી કરાઇ છે. 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કવિ કમલ વોરાને એનાયત થશે,

આગામી શરદ પૂર્ણિમા, 16 ઓક્ટોબર, 2024, બુધવાર સાંજના 6 ક્લાકે રામવાડી, તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુ, ટ્રસ્ટના અધ્યક્ષ રઘુવીર ચૌધરી અને સારસ્વતો, વિદ્વજજનોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે કવિ કમલ વોરાના સર્જન કર્મ વિશે રાજેશ પંડ્યા વક્તવ્ય આપશે.

તથા પૂ. મોરારિબાપુ પ્રસન્નતા વ્યક્ત કરશે. મુંબઇ સ્થિત કવિ કમલ વોરા ગુજરાતી ભાષાના અનુઆધુનિક સમયના વિશિષ્ટ કવિ છે. તેઓ ‘એતદ્’ નામના એક ગુજરાતી સાહિત્યિક ત્રિમાસિક સામાયિકના તંત્રી પણ છે. તેમનો પહેલો કાવ્ય સંગ્રહ ‘અરવ’ 1991માં પ્રગટ થયો હતો. તેમને 2020ના વર્ષનો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
1999  – રાજેન્દ્ર શાહ
2000 – મકરંદ દવે
2001 – નિરંજન ભગત
2002 – અમૃત ઘાયલ
2003 – જયંત પાઠક
2004 – રમેશ પારેખ
2005 – ચંદ્રકાન્ત શેઠ
2006 – રાજેન્દ્ર શુક્લ
2007 – સુરેશ દલાલ
2008 – ચિનુ મોદી
2009 – ભગવતીકુમાર શર્મા
2010 – અનિલ જોશી
2011 – ભાનુપ્રસાદ પંડ્યા
2012 – માધવ રામાનુજ

2013 – નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક

2014 – હરીશ મીનાશ્રુ

2015 – મનોહર ત્રિવેદી

2016 – જલન માતરી

2017 – દલપત પઢિયાર તથા ગુલામમોહમ્મદ શેખ
2018 – વિનોદ જોશી
2019 – ખલીલ ધનતેજવ
2020 – જવાહર બક્ષી
2021 – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
2022 – યજ્ઞેશ દવે
2023 – ઉદયન ઠક્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *