ડાંગ: અહવા
આજે પણ વાંસની વસ્તુઓએ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવીને રાખી છે ડાંગ જીલ્લાના આહવા તથા વઘઈના કોટવાળીયા સમાજનાં લોકો આજે પણ વાંસની બનાવટો પર નિર્ભર છે.
ડાંગ જીલ્લાના આહવા તથા વઘઈ તાલુકામાં કોટવાડીયા સમાજનાં લોકો દ્વારા વાંસની વિવિધ બનાવટ રોટલા મુકવાની છાબડી, પલો, ભાત ઝાટકવા માટે સુપડા, ડાંગર ભરવા નાના મોટા પાલા, વાડી – સફાઈમાં પાતરા માટે ઝાલકા, મરઘી રાખવાના કંડીયા, વીણા પંખોની જોડી, શાકભાજી મુકવાની નાની ટોપલી, છૂટક – શાકભાજી વેચતી મહિલાઓ મોટા ટોપલા જેવી વાંસમાંથી વિવિધ વસ્તુની આઈટમ બનાવીને એને વેપારીઓને વેચી પરિવારનું ગુજરાન ચલાવી જીવનનિર્વાહ કરે છે.
પૂર્વજોના સમયથી વિવિધ પ્રસંગમાં જોવા મળતી વાંસનાં બનાવટની વસ્તુઓના સથવારે આવક મેળવી બાળકોના શિક્ષણ, લગ્ન પ્રસંગ, દવા, કપડા સહિત વિવિધ કામોમાં સહાયરૂપ બનતા. આજે એજ આઇટમો પ્લાસ્ટિકમાં બનાવીને એનું વેચાણ કરવામાં આવે છે. તેથી અહીંના કોટવાળીયા સમાજ દ્વારા બનાવામાં આવેલ સુપડા, ટોપલાનું વેચાણ ખુબ જ ઓછું થઈ ગયું છે. વાંસમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે.
પહેલાના જમાનામાં પણ લોકો વાંસની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. લાંબા સમય પૂર્વેથી વાંસની વસ્તુઓ બનતી આવી છે, હાલ તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. પણ નહિવત નહીં.વાસમાંથી બનાવેલ વસ્તુઓએ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવીને રાખી છે કે, જે બીજી કોઈ પણ કાચની વસ્તુ કે પ્લાસ્ટિકની એને બદલી નહીં શકે. ચોમાસામાં વાંસ બનાવટનું કામ ઓછું હોઈ છે ત્યારે લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજુરી કામ પર જઈ મેહનત કરે છે.