પ્રાંત અધિકારીએ ધરમપુર તાલુકાના ગામની મુલાકાત લઈ ગામના પ્રશ્નોને સાંભળીને નિરાકરણ કરવાનું આયોજન કર્યું.


વલસાડ: ધરમપુર

ધરમપુર તાલુકાનાં પ્રાંત અધિકારીશ્રી એ મોટીઢોલ ડુંગરી ગામની મુલાકાત લઈ અને ગામના પ્રશ્નો ને સાંભળી પ્રશ્નોનું નિરાકરણ કરવાનું આયોજન કર્યું.

તા.23/06/2024 ના દિને ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામની પ્રાંતઅધિકારી શ્રી અમિત એચ ચૌધરી સાહેબ એ મુલાકાત લઈ અને ગામના પ્રશ્નો ને સાંભળી પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત કરી.

આખા ગુજરાતમાં એકમાત્ર ધરમપુર તાલુકાનું મોટીઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હોય જેના અનુસંધાને ખાસ ગામના આદીમજૂથ ના પ્રશ્નો માં આદિમજૂથ માં આવાસ,જાતિના દાખલો કાઢવા,આધારકાર્ડ કાઢવા,રેશનકાર્ડ માં નામ ન હોય તે નામ દાખલ કરવા બાબતે,આદિમજૂથ માં અલગ થી TC નાખવું,જેમના ઘરે લાઈટ માટેનું મીટર ન હોય એમને મીટર માટે ની પ્રોસેસ અંગે,કોઝવે,અને પ્રોટેક્શન વોલ બનાવવા અંગે અને આદિમજૂથ માં બનતા આવાસો ની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા અને સાથે આદિમજૂથ માં ઓછી ઉંમર માં દીકરી ઓને ન પરણાંવવા અંગે નું સુચન કરવામાં આવ્યું.

જ્યાં ધરમપુરના નાયબ મામલતદાર શ્રી,તાલુકા પંચાયત ના અનિલ ભાઈ,તલાટી કમ મંત્રીશ્રી ઉષાબેન, પંચાયતના સભ્યશ્રીઓ ઉમેદભાઈ પટેલ, મગનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ,સંદીપભાઈ,તેજલબેન નયન પટેલ, હેતલબેન જયેશભાઈ, કન્ટોલ વાળા સુરેશભાઈ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *