ભારત: ગુજરાત
આજે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને દા.ન.હ કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું.
ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.
ગુજરાતની 25 લોકસભા બેઠક પર 5:15 વાગ્યા સુધીમાં સરોરાશ 55.28 ટકા મતદાન નોંધાયું.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું ઓછું મતદાન જયારે દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે.
| બેઠક | 5 વાગ્યા સુધીની ટકાવારી |
| અમદાવાદ પૂર્વ | 49.95% |
| અમદાવાદ પશ્ચિમ | 50.29% |
| અમરેલી | 45.59% |
| આણંદ | 60.44% |
| બારડોલી | 61.01% |
| ભરૂચ | 63.56% |
| બનાસકાંઠા | 64.48% |
| ભાવનગર | 48.59% |
| છોટા ઉદેપુર | 63.76% |
| દાહોદ | 54.78% |
| ગાંધીનગર | 55.65% |
| જામનગર | 52.36% |
| જૂનાગઢ | 53.84% |
| ખેડા બેઠક | 53.83% |
| કચ્છ બેઠક | 48.96% |
| મહેસાણા | 55.23% |
| નવસારી | 55.31% |
| પોરબંદર | 46.51% |
| પંચમહાલ | 53.99% |
| પાટણ | 54.58% |
| રાજકોટ | 54.29% |
| સાબરકાંઠા | 58.82% |
| સુરેન્દ્રનગર | 49.19% |
| વડોદરા | 57.11% |
| વલસાડ | 68.12% |
ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડમાં: સાંજે 5 વાગ્યા સુધીમાં 68.12% મતદાન, સૌથી વધુ ડાંગ બેઠક પર 74.48% તો સૌથી ઓછું ઉમરગામમાં 61.72% મતદાન,
| બેઠક | 5 વાગ્યા સુધીની ટકાવારી |
| ધરમપુર | 71.19% |
| વલસાડ | 65.09% |
| પારડી | 62.69% |
| કપરાડા | 74.46% |
| ઉમરગામ | 61.72% |
| ડાંગ | 74.48% |
| વાંસદા | 69.44% |
સંદર્ભ: ગુજરાત સમાચાર