ગુજરાત: વલસાડ
ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મળે તે માટે કાર્યક્રમ યોજાયો.
ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે. તે શિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈ એ મહત્ત્વના રવિ પાકો છે.
ગતરોજ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં ખેડૂતોને રવિપાક વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ સહાય યોજનાની સમજ માટેતાલુકા વહીવટી તંત્ર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં શ્રીઅન્ન મિલેટ પાકો, ખર્ચ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બન વધારા અંગે તાંત્રિક માર્ગદર્શન, ખેડૂતની આવકમાં વૃધ્ધિ વગેરે માહિતી પુરી પાડવામાં હતી.
ઘારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમશરૂ કર્યો હતો જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણભાઇ ગરાસીયાએ જણાવ્યું કે, રવિ કૃષિ મહોત્સવનું ગુજરાત સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આવા જ તાલુકામાં 6 પ્રોગ્રામ સંસદ તેમજ ધારાસભ્યો અધ્યક્ષ સ્થાને યોજી રહ્યા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળશે પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે.
રવિ પાકોની માહિતી મેળવી આવક ડબલ પર્યાપ્ત થઈ શકે છે. ડો. મકાની શ્રેયે જણાવ્યું કે, ધાન્ય પાકો તેમજ હલકા ધન્ય પાકોની ખૂબ જ અગત્યતા છે. સભારંભ અધ્યક્ષ ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ 2005થી કૃષિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં ખેડૂતો તેમજ મહિલાઓને વિવિધ યોજનાઓ થકી લાભ મળ્યો છે.
આ કાર્યક્રમમાં શશીભાઈ ગોહિલ અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ, સુનિલભાઈ પટેલ ડિરેક્ટર સુગર ફેક્ટરી, પ્રવિણ પટેલ સામાજિક કાર્યકર, પ્રાંત અધિકારી વિમલ પટેલ મામલતદાર મોહનાની ટીડીઓ મહેન્દ્રભાઈ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા અરુણ ગરાસીયા ડો. મકાની હાજર રહ્યા હતા.