ગુજરાત
ગુજરાત રાજ્યના આદિવાસીઓમાં ખેતરમા આવેલ નવું ધાન્યના વધામણાની પરંપરા પરંપરાગત રીતે વડીલોથી ચાલતી આવેલ છે.
આદિવાસીઓમાં ખેતરમા આવેલ નવું ધાન્યના વધામણાની પરંપરા ગામમાં ગામદેવી પાસે આખી રાત માઁ પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરવામાં આવે છે અને ગામની સુખાકારી, આરોગ્ય સારુ રહે, ખેતર માઁ આવેલ નવું ધાન્યના વધામણા અને બીજા દિવસે સવારે આખુ ગામ ભેગું થઈ ગામના સીમાડે હવન કરે છે. ગામ લોકો ભેગા થઈ ગામની એકતા અને સંગઠન માટેની ચર્ચા કરે છે
વડીલોએ આપેલ વારસો અને વર્ષો જૂની પરંપરા આજે પણ ગામના વડીલો અને યુવાનો દ્વારા જાળવી રાખેલ છે, આદિવાસી સમાજના વરસાને આવનાર પેઢી પણ ગર્વભેર જાળવી શકે એ માટેના વડીલો દ્વારા સૂચન કરવામાં આવે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી.
આદિવાસીઓમાં ખેતરમા આવેલ નવું ધાન્યના વધામણાની પરંપરાએ પૂર્વજો દ્વારા આપેલ વરસાને જાળવી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે.