નવસારી: ચીખલી
જય જોહાર
તારીખ 11/02/2026 ના દિને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામે ટ્રાઈબલ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન આદિવાસી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું.
ટ્રાઈબલ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટમાં મહારૂઢિગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ અને આગેવાનો સાથે આયોજક મિત્રોને ભારતીય સંવિધાન (ભારતદેશ નુ બંધારણ)ની ભેટ આપવામાં આવી.
આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહારૂઢિ ગ્રામસભા અધ્યક્ષ રમેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, ગામના સરપંચશ્રી તીઘરા ગામના આગેવાનો મુકેશભાઈ, સામાજિક આગેવાનો હિરેન પટેલ, તીઘરા ગામના આગેવાન અમિત પટેલ વિગેરે સાથે રહી ક્રિકેટ મેચ રમવાનું શરૂ કરવામાં આવ્યું.
ઘણા લાંબા સઘર્ષ પછી આદિવાસી સમાજ યુવાનોની જીત થઈ અને આ ગ્રાઉન્ડ પર રમવાની શરૂઆત કરી, જ્યાં ગામની 10 ટિમો ભાગ લેશે અને વિજેતા અને રનર્સ અપ ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવશે.