ટીવી સિરિયલ ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાયા…

ભારત

ફેમસ ટીવી સીરિયલ ‘અનુપમા’ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનારા રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન અનુપમાના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે કે રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.
રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી હતી. ભાજપમાં જોડાયા બાદ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે તેમાં ભાગ લેવો જોઈએ.

મારે તમારા બધાના આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું પણ હોવું જોઈએ. રૂપાલીના આ નિર્ણયથી ઘણા લોકો ખુશ છે, તો કેટલાક લોકોને એ વાતની ચિંતા છે, કે શું તે અનુપમાને છોડી દેશે કે પછી તે શો સાથે તેની રાજકીય કારકિર્દીનું સંચાલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *