ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામેથી કતલખાને લઇ જવાતા બે પશુને બચાવી લેવાયા…

વલસાડ: ધરમપુર

ગતરોજ  વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ધરમપુર પોલીસને પીકઅપ ટેમ્પો ( GJ 15 AV 7185 ) નો ચાલક ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામેથી બે અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક, ભરીને કથિત રીતે કતલખાને લઇ જવા માટે નીકળ્યો હોવાનો મેસેજ આપવામાં આવ્યો હતો.

મેસેજ મળતા ધરમપુર પોલીસની ટીમ આંબાતલાટ ગામના આમલી ફળિયામાં પહોંચી ગઈ હતી. પોલીસે આ સ્થળે પાર્ક કરાયેલ પીકઅપ ટેમ્પોની તપાસ કરતા બે ભેંસ દયનીય હાલતમાં મળી આવી હતી.

પોલીસે ટેમ્પોના ચાલક મુરીદ ખાન મખન આલીસાર (રહે.  નાની ઢોલ ડુંગરી,નિશાળ ફળિયા,તા. ધરમપુર) પાસેથી પશુઓની હેરફેર કરવા માટે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા અધિકૃત દસ્તાવેજોની માંગણી કરી હતી. જે દસ્તાવેજો મળી આવ્યા ન હતા.

ધરમપુર પોલીસે રૂ. ૧૧ હજારની કિંમતનું પશુધન અને ટેમ્પો મળી કુલ રૂ. 3 ,11,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, સાથે પીકઅપ ટેમ્પોના ચાલકની પણ ધરપકડ કરી હતી.

સંદર્ભ: સંદેશ સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *