વલસાડ
ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: વલસાડ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 90.63% તો વિજ્ઞાન પ્રવાહનું 72.10% પરિણામ, સામાન્ય પ્રવાહમાં A1માં 26, વિજ્ઞાન પ્રવાહમાં A1માં 25 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા આજે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહમાં પરીક્ષા માટે નોંધાયેલા 9,163 વિદ્યાર્થીઓ પૈકી 9,135 વિદ્યાર્થીઓએ પરીક્ષા
આપી હતી.
જેમાં વલસાડ જિલ્લામાં A1 ગ્રેડમાં 26 વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 4,141 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. જે પૈકી 4,126 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહનું 90.63% પરિણામ જાહેર થયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું જિલ્લાનું પરિણામ 72.10% આવ્યું છે. જેમાંથી A1માં 25 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
HSC સામાન્ય પ્રવાહમાં વલસાડ જિલ્લામાં A1 ગ્રેડમાં 26, A2 ગ્રેડમાં 442 વિદ્યાર્થીઓ અને B1 ગ્રેડમાં 1371, B2 ગ્રેડમાં 2,494, C1 ગ્રેડમાં 3,530, C2 ગ્રેડમાં 1,294, જ્યારે D ગ્રેડમાં 121 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહનું 90.63% પરિણામ જાહેર થયું છે.
13 કેન્દ્રોમાં વલસાડ કેન્દ્ર 87.89%, વાપી કેન્દ્ર 90.01%, ધરમપુર કેન્દ્ર 89.24%, પારડી કેન્દ્ર 91.86%, અટાર કેન્દ્ર 94.51%, ઉટડી કેન્દ્ર 90.94%, ફણસવાળા કેન્દ્ર 98.17%, સરીગામ કેન્દ્ર 93.35%, નારગોલ કેન્દ્ર 90.86, રોણવેલ કેન્દ્ર 79.84, નાનાપોઢા કેન્દ્ર 96.57%, કરવડ કેન્દ્ર 85.28% અને કપરાડા કેન્દ્રનું 94.37% પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહમાં આવેલા 13 કેન્દ્રો પૈકી સૌથી વધુ ફાનસવાળા કેન્દ્રનું પરિણામ 98.17% જ્યારે સૌથી ઓછું રોણવેલ કેન્દ્રનું પરિણામ 79.84% નોંધાયું હતું. જ્યારે વલસાડ જિલ્લામાં HSC વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા 5 કેન્દ્રોમાંથી સૌથી વધુ વલસાડ કેન્દ્રનું પરિણામ 77.42 અને સૌથી ઓછું વાપી કેન્દ્રનું પરિણામ 67.68% નોંધાયું હતું.
ધારાસભ્ય અરવિંદ પટેલની દીકરી રિદ્ધિ પટેલે પણ સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવ્યો છે. જેથી દિકરીએ પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેને પગલે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.