તાપી: વ્યારા
તારીખ 06-07-2024 ના દિવસે વ્યારાના ચાંપાવાડી ખાતે રહેતા એક મધ્યમવર્ગી પરિવારના સપુતે પોતાના માતાપિતા, પરિવાર, તાપી જિલ્લો અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. સી.આર.પી.એફ માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશ ગામીતનો વર્ષ 2021માં જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે આતંકવાદી ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખી એમને ઝડપી પાડતી QAT (કવિક એક્શન ટિમ)માં સમાવેશ કરાયો હતો.
ડિસેમ્બર 2021માં એક આતંકવાદી સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા આતંકવાદીને શોધવા જતા છુપાયેલા આતંકવાદીએ ગ્રેનેડ દ્વારા હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર કરતા પોતાના સાથી સૈનિકનો જીવ બચાવવાની સાથે નાસી રહેલા આતંકવાદીને ઠાર માર્યો હતો.
વર્ષ ૨૦૨૧માં કાશ્મીર ખાતે સર્ચ ઓપરેશનમાં મુકેશ ગામીતે આતંકવાદીને ઠાર મારી સાથી સૈનિકનો જીવ બચાવ્યો હતો.
ત્યારબાદ જેની પાસેથી તલાશી લેતા હથિયાર અને ખુબજ મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક વિશેષ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મના હસ્તે મુકેશ ગામીતને શૌર્ય પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર મળવાની સાથે જ સી.આર.પી.એફ જવાન મુકેશ ગામીતના પરિજનો સહિત ચાંપાવાડી ખાતે આનંદની લાગણી ફેલાઈ હતી અને સાથે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.