T20 વર્લ્ડ કપ 2026 મફતમાં ક્યાં લાઈવ જોવા મળશે.?

ટી-ટવેન્ટી વિશ્વકપ: શ્વની સૌથી મોટી ક્રિકેટ ઇવેન્ટ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે, જેમાં વિશ્વભરની 20 ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. જે 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ઘણી વોર્મ-અપ મેચો પણ રમાશે. જેમાં ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાનો સામનો કરશે. ચાહકો હવે વિચારી રહ્યા છે કે તેનું લાઇવ પ્રસારણ ક્યાં થશે. આમ, ઘરે બેઠા ફ્રીમાં વર્લ્ડ કપની તમામ લાઈવ મેચ જોવા માંગો તો જાણો ટીવી અને મોબાઈલ પર ક્યાં થશે પ્રસારણ. જો તમે વિચારી રહ્યા છો કે, T20 વર્લ્ડ કપ 2026ની બધી મેચો ક્યાં લાઈવ જોવી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. આનો અર્થ એ છે કે તમે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર ભારતીય ટીમ સહિત તમામ ટીમો વચ્ચે લાઈવ મેચો જોઈ શકશો. જેમાં ટીમ ઈન્ડિયાની મેચો હિન્દી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

T20 વર્લ્ડ કપ 2026 મફતમાં ક્યાં લાઈવ જોવા મળશે: તમે કદાચ વિચારી રહ્યા હશો કે, T20 વર્લ્ડ કપ 2026 મફતમાં ક્યાં લાઈવ જોવી. આમ, જો તમારી પાસે Jio Hotstar સબ્સ્ક્રિપ્શન છે, તો તમને કોઈ તકલીફ નહીં થાય. જોકે, ₹349ના સસ્તા પ્લાન (જે Jio સિમ પર મોબાઇલ રિચાર્જની સમકક્ષ છે) સાથે, તમે તેને એક મહિના માટે સરળતાથી જોઈ શકો છો.આ ઉપરાંત, DD ફ્રી ડિશ ધરાવતા લોકો T20 વર્લ્ડ કપ 2026નું લાઈવ પ્રસારણ ફ્રીમાં જોઈ શકશે. જો તમારી પાસે ફ્રી ડિશ સેટઅપ બોક્સ પણ છે, તો તમે DD સ્પોર્ટ્સ પર મેચનો આનંદ માણી શકો છો. તેના માટે કોઈ ફી નથી. જોકે, આ વ્યવસ્થા ફક્ત ટીવી વપરાશકર્તાઓ માટે છે. જોકે, ફ્રી ડિશ પર ફક્ત ટીમ ઈન્ડિયાની મેચો જ ઉપલબ્ધ રહેશે. અન્ય ટીમોની મેચો જોઈ શકાતી નથી.T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આગામી 15 ફેબ્રુઆરીએ રમાશે.

બંને ટીમો શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચનું લાઈવ પ્રસારણ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે થશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા પાડોશી દેશનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારત પાસે ટ્રોફી જીતવાની આ ત્રીજી તક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *