શું ભાજપ 400નો આંકડો પાર કરી શકશે? ચૂંટણીના પરિણામ પહેલા Exit Poll INDIA – NDAને કેટલી મળી શકે છે સીટો?

ભારત:

ભાજપને ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. ગુજરાતની 25 બેઠકો પર સૌ કોઈની નજર છે.

4 જુને  લોકસભા બેઠકની ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે. ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવતા હોય છે. એક્ઝિટ પોલ અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા હોય છે. Aaj Tak-Axis My Indiaના એક્ઝિટ પોલની વાત કરીએ રાજ્યવાઈઝની વાત કરીએ તો ઉત્તરાખંડની પાંચ સીટોમાંથી એનડીએને 5 સીટો મળી રહી છે.. જ્યારે હિમાચલ પ્રદેશની ચાર બેઠકોમાંથી એનડીએને ચાર સીટો મળી રહી છે.

કયા રાજ્યમાં કોને મળી શકે છે બેઠક?

અનેક રાજ્યો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે પરંતુ અનેક રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ત્યારે પંજાબની વાત કરીએ તો બીજેપીને 2-4 સીટો મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 0-2 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 07-09 સીટો મળી શકે છે. અન્યને 02-04 સીટો મળી શકે છે. પંજાબની 13 લોકસભા બેઠકો છે. હરિયાણાની 10 બેઠકોમાંથી એનડીએને 6-8 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 02-04 સીટો મળવાની સંભાવના છે.

દિલ્હીમાં આમ તો આમ આદમી પાર્ટીની સરકાર છે પરંતુ ત્યાં પરિણામ એકદમ અલગ છે. દિલ્હીની સાત બેઠકોમાંથી 6-7 બેઠકો એનડીએને આપી છે. ગોવામાં એનડીએને એક બેઠક જ્યારે ઈન્ડિયાને પણ એક બેઠક મળી શકે છે. 25 બેઠકો વાળા રાજસ્થાનમાં એનડીએને 16-19 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 5-7 બેઠકો મળી શકે છે. અન્યને 01-02 બેઠકો મળી શકે છે. 29 બેઠકો વાળા મધ્યપ્રદેશની વાત કરીએ તો એનડીએને 28-29 બેઠકો મળી શકે છે. તે સિવાય ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો મળી શકે છે.

તે સિવાય આસામની વાત કરીએ તો કોંગેસને 02-04 બેઠકો મળી શકે છે. એનડીએને 9-11 બેઠકો મળી શકે છે. છત્તીસગઢની વાત કરીએ તો એનડીએને 10-11 બેઠકો મળી શકે છે.. ઈન્ડિયાને 01 સીટ મળી શકે છે. ઝારખંડની વાત કરીએ તો એનડીએને 8-10 બેઠક મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 4-6 બેઠકો મળી શકે છે. બિહારની વાત કરીએ તો એનડીએને 29-33 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયાને 7-10 બેઠકો મળ શકે છે.

કેરળાની વાત કરીએ તો એનડીએને 2-3 સીટો મળી શકે છે જ્યારે યુડીએફને 17-18 બેઠકો મળી શકે છે જ્યારે એલડીએફને1 બેઠક મળી શકે છે. તે સિવાય કર્ણાટકની વાત કરીએ તો એનડીએને 23-25 સીટો મળી શકે છે જ્યારે એનડીએને 3-5 સીટો મળી શકે છે.. તમિલનાડુની વતા કરીએ તો એનડીએને 2-4 બેઠકો મળી શકે છે. AIADMIK+ને 2 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 33-37 બેઠકો મળી શકે છે. મણિપુરની બે સીટોમાંથી એક સીટ અન્યને જઈ રહી છે.

કોનો આશાવાદ સાચો સાબિત થશે? 

28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિ પ્રદેશોની 543 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સાત તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. આ વખતે ભાજપ 400 પાર જશે તેવી આશા ભાજપના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો આશાવાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સંદર્ભ: જમાવટ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *