શું સફાઈકામદારને નોકરી પરથી છૂટા કરવામાં આવે તો ધરમપુર ડેપોમાં સ્વચ્છતા જાળવાશે?

વલસાડઃ ધરમપુર

સ્વચ્છતા હી સેવા, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા અનેક સૂત્રો સ્વચ્છતા ઉપર થયા છે, પણ જ્યાં સાફ સફાઈ કરતાં કર્મચારી ને જ છૂટા કરવામાં આવે તો ત્યાં સ્વચ્છતા કેવી રીતે જાળવાશે.

આજે આવો જ કિસ્સો વલસાડ જિલ્લાના ધરમપર તાલુકામાં સામે આવ્યો છે.

તા.16/06/2024 ના દિનએ ધરમપુર ડેપો ખાતે છેલ્લા 20 વર્ષ થી ફરજ બજવતા સફાઈ કામદારને અચાનક નોકરી પર ન આવવાનું કહેતા એમને ફરી ફરજ પર રાખવા બાબતે પ્રાંત અધિકારી શ્રી ધરમપુર,ડેપો મેનેજરશ્રી ધરમપુર,વાહન વ્યવહાર કમિશ્નર શ્રી ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી.

છેલ્લા 20 વર્ષ થી 6000/- જેટલા પગારમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મીરાબહેનને કહેવામાં આવે છે કે તમારે નોકરી પર આવવાનું નથી અને આવ્યા તો તમારો પગાર પણ આપવામાં આવશે નહિ છતાં પણ એ બહેન દ્વારા દરરોજ સમય પ્રમાણે ફરજ પર હાજર રહી પોતાની ફરજ બજાવે છે અને છતાં પગાર આપવામાં આવતો નથી.

શું કોરોના જેવા કપરા સમયમાં પણ એમને પોતાની ફરજ બજાવી એની પણ કોઈ કિંમત નથી, આ બહેનએ કઈ  ભૂલ કરી હોય તો એમને સુચના આપવી જોઈએ ન કે નોકરી પરથી કાઢી મુકવી જોઈએ.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *