વલસાડ: ધરમપુર તાલુકાના મુળગામ શાળાના નવા મકાનનું નબળું બાંધકામ અંગેની લેખિત ફરિયાદ કરેલ હોય પરંતુ ગઈકાલ જે સ્લેબ ખોલવામાં આવેલ હોય જેમાં આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે એટલે આ રીતે બોગસ કામગીરી કરવામાં આવી રહી હોય નું પ્રતિત થાય છે.
આ 1 થી 8 ધોરણ સુધીની શાળામાં આદિવાસી સમાજના 250 થી વધારે બાળકો અભ્યાસ કરે છે, એટલે આવા અમુક કોન્ટ્રેક્ટરો જે એમ સમજે છે કે આદિવાસી ઊંડાણનો વિસ્તાર છે, એટલે ત્યાં જોવાવાળું કોણ પરંતુ હવે અમારા લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને અન્યાય સામે બોલતા થયા છે.
કોન્ટ્રેક્ટરો જો આવીજ રીતે કામો કરશે તો આદિવાસી સમાજના વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બની જશે જેની કરીને આદિવાસી સમાજના લોકોએ જાગવું જરૂરી છે.
જો આ ખુબજ નબળું કામ થયેલ હોય એને ફરી ન કરવામાં આવે તો અમારા આદિવાસી સમાજના બાળકોના હિતને ધ્યાને રાખીને જન આંદોલન કરીશુ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ આભાર માનું છું.