બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની યુવાનો માટે સોનેરી ઉત્તમ તક
બેંક ઓફ બરોડા (BoB) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા દેશભરમાં કુલ 12,150 એપ્રેન્ટિસ પદો પર ભરતી કરાશે.
માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો આ ઓનલાઈન પ્રક્રિયામાં 08/06/2026 જૂન સુધીમાં અરજી કરી શકશે. પસંદગી પામનારા ઉમેદવારોને નિયમ મુજબ માસિક રૂપિયા 15,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે.
SBI-BoB માં 12,150 એપ્રેન્ટિસ ભરતી, રૂ. 15,000 સુધીનું સ્ટાઈપેન્ડ
ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર નોટીફિકેશન જોઈ શકશે.
https://bankofbaroda.bank.in/career/current-opportunities/engagement-of-apprentices-under-the-apprentices-act-1961-08-06
SBI દ્વારા કુલ 7,150 એપ્રેન્ટિસ પદો પર ભરતી કરાશે. લાયકાત સ્નાતક (1 એપ્રિલ 2026 સુધીમાં) અને વય મર્યાદા 20 થી 28 વર્ષ છે. ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. પસંદગી 100 ગુણની ઓનલાઈન લેખિત પરીક્ષા (60 મિનિટ, 1/4 નેગેટિવ માર્કિંગ) અને સ્થાનિક ભાષા કસોટીના આધારે થશે.
અરજી SBIના કરિયર પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. અરજી ફી સામાન્ય/OBC/EWS માટે રૂ. 300 છે, જ્યારે SC/ST/દિવ્યાંગો માટે નિઃશુલ્ક છે.
લિંક: https://sbi.bank.in/web/careers/current-openings
BoBમાં 5,000 પદો માટે સ્નાતક 4 વર્ષથી વધું જૂનું ન હોવું જોઇએ, બેંક ઓફ બરોડા (BoB) દેશભરમાં કુલ 5,000 એપ્રેન્ટિસ પદો પર ભરતી કરશે. લાયકાત સ્નાતક છે, પણ NATS અંતર્ગત ગ્રેજ્યુએશન 1 મે 2026થી 4 વર્ષ કરતાં વધુ જૂનું ન હોવું જોઈએ. 1 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારો અપાત્ર છે. વય મર્યાદા 20 થી 28 વર્ષ છે, જેમાં અનામત વર્ગને છૂટછાટ મળશે. માસિક રૂ. 15,000 ફિક્સ સ્ટાઈપેન્ડ મળશે. ઉમેદવારો 8 જૂન 2026 સુધી સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. ફી સામાન્ય/OBC પુરૂષો માટે રૂ. 800. મહિલાઓ માટે રૂ. 600 અને SC/ST/દિવ્યાંગો માટે રૂ. 200 વત્તા GST છે.