આદિવાસી સમાજની દિકરીએ નાનકડા ડુંગરથી ટ્રેકિંગ કરી હિમાલય સુધી પહોંચી.

નવસારી: વાંસદા

ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક નાનકડા ગામમાંથી નીકળીને હિમાલય પર્વત ચડવો એ કોઈ બજારમાંથી સમાન ખરીદવું જેટલું સહેલું નથી.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નવતાડ ગામની આદિવાસી દિકરી કાજલ મહાલાએ હિમાલયના શિખરો પર લહેરાવ્યું ગુજરાતનું ગૌરવ, કાજલ માહલાને બાળપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવિટીમાં રસ હોવાથી તેમણે ગુજરાત સરકાર દ્વારા શરું કરેલ ખેલ મહાકુંભમાં ભાગ લઈ પોતાની અંદર રહેલી કાર્યક્ષમતાને બહાર કાઢી છે.

નવતાડ ગામ ખાતે રહેતી અને ટ્રેકિંગનો શોખ ધરાવતી આદિવાસી સમાજની દીકરીને વાંસદા તાલુકાના ગોદાવરી ગામ ખાતે આવેલ તોરણીયા ડુંગરથી ટ્રેકિંગની નાની શરૂઆત કરીને છેક હિમાલય સુધી ટ્રેકિંગ કરી આદિવાસી સમાજ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

તેમણે ખેલ મહાકુંભની વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટીશનમાં ભાગ લઇ વૉલ ક્લાઈમ્બિંગની વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટીશનમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતી પોતાનાં માતા-પિતા સાથે નવસારી જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

વાંસદા તાલુકાના નવતાડ ગામની કાજલબેન મૂળજીભાઈ મહલા એ એક વખત નહિ પણ ત્રણ-ત્રણ વખત હિમાલય શિખર પર વિજય પતાકા લહેરાવી દેશનું ગૌરવ વધારવા વધાર્યું છે, તે બદલ આદિવાસી સમાજએ કાજલ માહલાને શુભકામનાઓ આપી જીવનમાં ખુબ આગળ વધે એવા આશીર્વાદ આપ્યા છે.

તેમનો આટલો મોટો સાહસ જોઈ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના પરિવારે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સ્વપ્ન સાકાર થાય ઉતરોતર પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવી ટોકન રૂપે સંસ્થા દ્વારા આ કાર્યને બિરદાવવા 5001/- રૂપિયાનું ઈનામ સત્ય સાંઈ શાળા દ્વારા આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *