જય જોહાર
તા.12/02/2024 ના દિને શિક્ષણમંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીડોર ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત વલસાડ જિલ્લા અને સંપુર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય પ્રવૃત્તિમાં ન જોડાવા બાબતે રજુઆત કરવામાં આવી.
ધરમપુર તાલુકાના વાંકલ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને વિરોધનો વંટોળ ઉભો કરવામાં આવી રહ્યો હોય પરંતું વલસાડ જિલ્લાના શિક્ષકો દ્વારા ક્રિકેટનું આયોજન હતું, એમાં શિક્ષકો, શિક્ષિકાઓએ ભાગ લીધો હતો અને ક્રિકેટના બહાને એક બીજાના સંપર્કમાં આવી એક બીજાને સહકારમાં કે મદદરૂપ થવાની ભાવના હોય છે.
શિક્ષકોને ક્રિકેટ રમીને કોઈક ભૂલ કરી હોય અને શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યું હોય તો જ્યારે જ્યારે અમારા બાળકોના ભાવિ ઘડનાર શિક્ષકોને સરકારશ્રી દ્વારા ચુંટણી કાર્ડ બનાવવાની કામગીરી(BLO),વસ્તી ગણતરી,સરકારી પ્રોગ્રામમાં બસો લઈ જવી, ગરીબ કલ્યાણ મેળામાં, સંકલ્પ વિકાસ યાત્રામાં, કોઈ નેતા આવે ત્યારે, ચૂંટણીના કામમાં શિક્ષકોને જોડી દેવામાં આવે છે,ત્યારે અમારા બાળકોનું શિક્ષણ કાર્ય નથી બગડતું, જેથી અમારા આદિવાસી વિસ્તાર ધરાવતા વિસ્તારમાં શિક્ષકોને આ તમામ પ્રવૃત્તિઓથી અલગ રાખી શિક્ષણ પર જ મહત્વ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી.
સાથે શિક્ષકો જે ક્રિકેટ રમ્યા એમના પર કોઈ પણ પગલા લેવાવા ન જોઈએ અને જો પગલાં લેવા જ હોઈ તો આ તમામ પ્રવૃત્તિઓથી અમારા ધરમપુર તાલુકાના શિક્ષકોને અલગ રાખવામાં આવે અને જો શિક્ષકો પર કોઈ પણ પગલા લેવામાં આવ્યા, તો સરકારશ્રી દ્વારા શિક્ષકોને આપવામાં આવતી તમામ કામગીરીનો વિરોધ કરવામાં આવશે.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ