આદિવાસી ઉમેદવાર જ આદિવાસી વિસ્તારમાં સરપંચ હોવો જોઈએ આદિવાસી સેના દ્વારા પ્રાંત અને મામલતદારને આવેદન.

નવસારી: વાંસદા

આદિવાસી ઉમેદવાર જ આદિવાસી વિસ્તારમાં સરપંચ હોવો જોઈએ આદિવાસી સેના દ્વારા પ્રાંત અને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.

આદિવાસી વિસ્તારોમાં સરપંચે કરેલા વાયદાઓનું કામ જેવું કે રોડ, રસ્તા, નાળા, પાણી, સ્મશાન, આવસો વગેરેનું કામ તો સરપંચનો કાર્યકાળ પૂરો થઇ ગયા પછી પણ બાકી જ રહી જાય છે. તો આમાં દોશ કોનો આદિવાસી સમાજના મતદાતાઓનો કે આદિવાસી સમાજના સરપંચનો તને વિચારજો ?

આદિવાસી સેના પાર્ટીએ અનુસૂચિત વિસ્તારો ધરાવતા તાલુકાઓમાં આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે આદિવાસી ઉમેદવાર જ હોવો જોઈએ એવું ગુજરાત ચૂંટણી પંચને સંબોધેલું વાંસદા તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર સહિતને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વાંસદા તાલુકા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ અને મામલતદાર અનિલ વસાવાને આદિવાસી સેનાના પ્રમુખ ડો.પંકજ પટેલ અને કાર્યકર્તાઓએ ગુજરાત ચૂંટણી પંચને સંબોધીને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે વાંસદા તાલુકા સહિતના તમામ અનુસૂચિત વિસ્તાર ધરાવતા તાલુકાઓમાં તમામ ગામના સરપંચોના હોદાઓ માત્ર આદિવાસીઓને જ આપવા જોઈએ.

ગુજરાત અધિનિયમ 1993ના સુધારેલા અધિનિયમ પેસા એક્ટની કલમ 278-ક અને 278-કક મુજબ ગુજરાત પંચાયત અધિનિયમની આદિવાસી વિસ્તારોને લાગુ પાડેલા ફેરફારોના નિયમ નં. 8 મુજબ વાંસદા તાલુકા સહિતના રાષ્ટ્રપતિના જાહેરનામા મુજબ જાહેર કરાયેલ તમામ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચોના હોદ્દાઓ રાખવાની જોગવાઈ સ્પષ્ટપણે કરાયેલી હોવાથી હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અનુસૂચિત આદિવાસી માટે અનામત રાખવાની વિનંતી કરી હતી.

આદિવાસી સેનાના પ્રમુખ ડો.પંકજ પટેલ રૂપવેલ કાર્યાલય મંત્રી કલ્પના પટેલ, દોલધા મંત્રી રૂપાબેન કુંબી, કાર્યકર્તાઓ જેરામભાઈ, ગણેશભાઈ પટેલ, દલપતભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ સહિતના હાજર રહ્યાં હતા.

સંદર્ભ: દિવ્ય ભાસ્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *