ભરૂચ: ઝગડિયા
શિક્ષણની સૌથી ઉચ્ચ પદવી Ph.D માં આજે ગુજરાતના એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને એડમિશન મળે છે એ વિદ્યાર્થી નેતા ડૉ. પ્રફુલ વસાવાની લડતનું પરિણામ છે.
વર્ષ 2011 સુધી ગુજરાતની કોઈ પણ યુનિવર્સીટી એસ.સી, એસ.ટી, ઓ.બી.સી વિધાર્થીઓને અનામતના આધારે એડમિશન આપતી ન હતી.ગાઈડની પસંદગીના આધારે એડમિશન આપવામાં આવતું, જેમાં ભાગ્યેજ કોઈ ગાઈડ એસ.સી, એસ.ટી, ઓ.બી.સી વિધાર્થીઓને પસંદ કરતા.
બંધારણીય જોગવાય હોવા છતા ગુજરાતમાં Ph.D આરક્ષણને લાગુ કરવામાં આવ્યું ન હતુ. વિધાર્થી નેતા તરીકે ડૉ. પ્રફુલ વસાવાની સંઘર્ષ અને લડતનાં પરિણામે ગુજરાતની તમામ યુનિવર્સીટીમાં Ph.Dની પદવીમાં આરક્ષણ લાગુ થયું. એસ.સી, એસ.ટી, ઓ.બી.સી વર્ગના પ્રોફેસરોને હવે ગાઈડશીપ પણ મળે છે. જેનો લાભ એસ.સી, એસ.ટી, ઓ.બી.સી વર્ગના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.
જેના પરિણામે આજે એસ.સી, એસ.ટી, ઓ.બી.સી વર્ગના હજારો વિદ્યાર્થીઓ પ્રોફેસર અને ઉચ્ચકક્ષાના પદ પર નોકરી કરે છે.