બાળકોને ભારતનું બંધારણ ભણાવવામાં માટેનો ઠરાવ

જય જોહાર
વલસાડ: ચીખલી
તારીખ:-6-02-2024 ના રોજ ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવેલું ભારતનું બંધારણ એટલે કહેવાય છે સિમ્બોલ ઓફ નોલેજ એટલે કે જ્ઞાનનું પ્રતિક જે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગ્રામ પંચાયત ખાતે ઠરાવ કરી પ્રાથમિક શાળા સ્કૂલમાં બાળકોને ભારતનું બંધારણ ભણાવવામાં માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

જેથી બાળકોને ભારતના બંધારણ આપવામાં આવેલા વિશેષ અધિકારો જાણી શકે,સાથે ધેજ ગામે ભારતના બંધારણમાં આપવામાં આવેલ અનુસૂચિ ૫ ની અમલવારી માટે ધેજ ગામ અને ખેરગામ તાલુકાના હદમાં ગ્રામજનો દ્વારા સર્વાનુમતે ઠરાવ કરી ૬/૨/૨૪ ના રોજ બોર્ડ લગાવવામાં આવ્યા અને આવનારા સમયમાં કલમ સાથે મોટા બોર્ડ લગાવવામાં આવશે ..
ઘેજ ગામના ક્રાંતિકારી નવયુવા આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા.

ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે ગુજરાત રાજ્ય દરેક જિલ્લા ,તાલુકા,અને ગામમાં દરેક સ્કૂલમાં ભારતનું બંધારણ ભણાવવા માટે ઠરાવ કરાવો અને જાગૃત બનો જાગો આદિવાસી જય સંવિધાન જય ભારત
હિરેન પટેલ યુવા કાર્યકર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *