નવસારી: વાંસદા
નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના તાડપાડા ગામમાં રાશનકાર્ડ ધારક પાસેથી E-KYCના નામે ચલાવતી રુપિયાની લૂંટનો કિસ્સો સામે આવ્યો છે.
વાંસદા તાલુકાના તાડપાડા ગામમાં ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ પાસે રાશનકાર્ડ ધારક પાસેથી હાજર કમ્પ્યુટર ઓપરેટર રાશનકાર્ડ દીઠ E-KYCના નામે 20 રુપિયા કોઈપણ પ્રકારની રસીદ કે સ્લીપ આપતો નથી, રુપિયા શા માટે અને કોના કહેવાથી લેવામાં આવે છે. એ તપાસનો વિષય બની રહ્યો છે.
આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા ગરીબ પરિવારોને સસ્તા અનાજની દુકાન પરથી રાહત દરે અનાજ આપવામાં આવે છે. રાશનકાર્ડ ધારક પાસે E-KYCના નામે રુપિયાની ચૂકવણી કરવા ફરજ પડતા ગેરરીતિ થઈ રહી હોવાનું પ્રતીત થાય છે.ગ્રામ પંચાયત હાજર કમ્પ્યુટર ઓપરેટરનું કહેવું છે કે અમને સરકાર પગાર ચૂકવતી નથી, અમે અમારી મહેનતના પૈસા લઈએ છીએ.
સરકાર ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ હાજર કમ્પ્યુટર ઓપરેટરને કામનો પગાર ન ચૂકવતી હોય તો ગરીબ પરિવાર પાસે થી પૈસા ઉઘરાવવા કેટલું યોગ્ય ગણાય એ સવાલ ઉભો થાય છે.
સરકાર તરફથી E-KYCના માટે કમ્પ્યુટર ઓપરેટરને 1 રાશનકાર્ડ દીઠ 5 રુપિયા આપવામાં આવે છે. રાશનકાર્ડ ધારકે રુપિયા આપવાના હોતા નથી. અન્ય ગામોમાં પણ આ પ્રકારના કિસ્સા બનતા હશે, આ બાબતે સ્થળ તપાસ કરવામાં આવે તો તાલુકાના ઘણા ગામોમાં આ પ્રકારના કિસ્સો સામે આવી શકે છે.