નવસારી: વાંસદા
વાંસદા તાલુકાના ગામમાં આવેલી વાલ્મીકિ આશ્રમ શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીનીની અવાર નવાર છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
વાંસદા તાલુકાના રાયબોર ગામે આવેલા, વાલ્મીકી આશ્રમશાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની આશ્રમશાળામાં જ રહે છે. શાળાના આચાર્ય ભુપેશભાઈ અમ્રતભાઈ વહીયા (હાલ રહે. વાલ્મીકી આશ્રમશાળા, રાયબોર, તા.વાંસદા, જી.નવસારી મુ રહે. વાંસદા | કૃષ્ણકુંજ સોસાયટી) વિદ્યાર્થિનીનો હાથ પકડી લઈ બાથ ભરી ગાલ ઉપર કિસ કરી આખા શરીર ઉપર હાથ ફેરવતો હતો.
જો કોઈને કહશે તો હું ખુબ મારીશ અને તારી સર્ટી ઉપર લાલ સેરો કરી આપીશ એવી ધમકી આપતો આપતો હતો.આ ઉપરાંત સુવાના રૂમમાં પાછળ પાછળ જઈ લાજ લેવાના ઈરાદે વિદ્યાર્થિનીનો હાથ પકડી શારીરીક અડપલા કરી છેડતી કરતો હતો.
શિક્ષક દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકની ગરીમાને લજ્જિત કરી છે. ત્યારે વિદ્યાર્થિનીએ ભારે હિંમત દાખવી લંપટ શિક્ષકના વિચિત્ર હરકતની જાણ વિદ્યાર્થિનીએ તેના માતા-પિતાને જાણ કરતા પિતાએ વાંસદા પોલીસ મથકે આચાર્ય ભુપેશભાઈ વહીયા વિરુધ્ધ ગુનો નોંધાવતા પોલીસે આચાર્યની અટક કરી વધુ તપાસ સી.પી.આઈ કે.ડી.નકુમે હાથ ધરી આચાર્યની ધરપકડ કરી.
વાંસદા પોલીસે દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.