વિશ્વના સૌથી લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે તેમજ વિકસિત ગુજરાતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત “પ્રગતિપથ યાત્રા” અંતર્ગત તારીખ 13/06/2026 ના દિને ગુજરાત સરકારમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ધરમપુર તાલુકામાં આવેલા વિલ્સન હિલની મુલાકાત કરવામાં આવી. જે અંતર્ગત એક પેડ માઁ કે નામ 3.0 દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં ધરમપુર તાલુકાના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રીશ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, સંગઠનના વિવિધ શ્રેણીના હોદ્દેદારો, વિવિધ શ્રેણીના અધિકારીગણ તથા અન્ય જવાબદાર વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા.

તેમજ ધરમપુર તાલુકા યુવા મોરચા દ્વારા ધરમપુરનાં ઝરીયા ગામ ખાતે આવેલ વીર હનુમાનજી મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન તેમજ “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીના ભાવ સાથે સામાજિક કાર્યકર્તા ડો. તરુણ વાઢુ, યુવા મોરચાના મહામંત્રી જીગ્નેશ ચૌધરી, મંત્રી હિરેનભાઈ, શ્રવણભાઈ, કોષાધ્યક્ષ પ્રણવભાઈ તથા અન્ય યુવા કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી.
વડાપ્રધાનશ્રીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ” ના મંત્રને આત્મસાત કરી સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનસેવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો.
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ – જન જનના વિશ્વાસના ૧૨ વર્ષ, વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણની આ યાત્રા સતત આગળ વધતી રહે તેવી ધરમપુર તાલુકા યુવા મોરચાના ઉપપ્રમુખ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી.