178 વિધાનસભા આદિવાસી બીગ બાસ ધમાકા સીઝન-1 નું 5 દિવસય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વલસાડઃ ધરમપુર

તારીખ. 19/04/2026 ના દિને શ્રીજી ગ્રાઉન્ડ ખારવેલ ખાતે 178 વિધાનસભા આદિવાસી બીગ બાસ ધમાકા સીઝન-1 નું 5 દિવસય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડી.એક્સ સ્પોર્ટ્સ દ્વારા અને એમની કમિટી મેમ્બર યોગુંભાઇ નીરવભાઇ, અશુલભાઇ, જ્વલભાઇ, દક્ષેશભાઇ, સાહીલભાઇ, કાનાભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં ધરમપુર તાલુકાની 16 ટીમો એ ભાગ લીધો હતો અને તમામ આદિવાસી ખેલાડીઓ એ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ પંજા 11 અને કે.પી લાયન્સ વચ્ચે રમાઈ હતી જેમાં પંજા 11 એ 6 ઓવરમાં 113 રન કર્યા હતા જેના જવાબમાં કે.પી લાયન્સે 110 રન થયા હતા અને 3 રને પરાજય થયો હતો.

જેમાં વિજેતા ટીમ ને 35,000/- હજાર રોકડ અને ટ્રોફી અને રનર્સ અપ ટીમ ને 25,000/- હજાર રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. જેમાં મેન ઓફ ઘ સિરીઝ અંકિત પટેલ(ગટો) બેસ્ટ બોલર કાનો અને બેસ્ટ ફિલ્ડર અમિત પટેલ બેસ્ટ બેસ્ટમેન હાર્દિક પટેલ રહ્યા હતા.

અને ટ્રોફી સ્પોન્સર જોહાર યોદ્ધા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને
અને કે.પી લાયન્સના ઓનર કલ્પેશ પટેલ દ્વારા તમામ ટીમને શુભેચ્છા આપી હતી સાથે કે.પી લાયન્સ ટીમનું સંચાલન શ્રીજી ગ્રાઉન્ડના માલિક કુલદીપભાઇ એ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *