ગુજરાત: વલસાડ
રાષ્ટ્રવાદ, જનસેવા અને સુશાસનની પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી. વિશ્વના સૌથી મોટા રાજનૈતિક દળ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. તેથી 6 એપ્રિલ 2026ના રોજ પાર્ટીના 46 વર્ષ પૂર્ણ થયા અને 47માં વર્ષમાં પ્રવેશ કર્યો
ભાજપા એ માત્ર રાજકીય સંગઠન નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમના મંત્રને આત્મસાત કરી, છેવાડાના માનવીના ઉત્થાન માટે અંત્યોદયના પથ પર ચાલતી વિચારધારા છે.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વૈચારિક બીજમાંથી આજે જે વિરાટ વટવૃક્ષ આકાર પામ્યું છે, તેના મૂળમાં કરોડો કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ અને અતૂટ સમર્પણ રહેલું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મજબૂત નેતૃત્વમાં આજે દેશમાં જન-જનના વિશ્વાસ અને સહકારથી પ્રગતિ અને વિકાસના નવા આયામો સર થઈ રહ્યા છે. 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌ કાર્યકર્તાઓ પૂરી નિષ્ઠાથી કટિબદ્ધ છીએ.
આ સંગઠનશક્તિનો જ વિજય છે કે આજે ભારત વિશ્વફલક પર એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. અને, સંગઠનની આ શક્તિ જ ભારતને વિકસિત દેશોની હરોળમાં ટોચના સ્થાને બિરાજમાન કરાવશે. આ સ્થાપના દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તા દ્વારા વિવિધ ગામોમાં જઈ ઘરેઘર સંપર્ક જન સંપર્ક કરી ભાજપના ઝંડા લગાવવાની કામગીરી કરવામાં આવી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી ગણેશભાઈ બિરારી,
વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પ્રભાકરભાઈ યાદવ, ધરમપુર યુવા મોરચાના પ્રમુખ સૌરભભાઈ માહલા, ધરમપુર યુવા મોરચાના મહામંત્રી જીગ્નેશ ચૌધરી, ધરમપુર યુવા મોરચાના ઉપ પ્રમુખ નિલેશભાઈ સુરકાર, જયદીપભાઈ ગાયકવાડ, પાનવા ગામના સરપંચ સતીશભાઈ ચૌધરી તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.